Video: કોલકાતા સ્ટેશન વિસ્તારમાં ભારે પાણી ભરાવાથી રેલ સેવા ખોરવાઈ: પાઇપલાઈન ફાટતા લાંબા અંતરની ટ્રેનોના સમય ફેરવાયા

સોર્સ: gstv

પાણી ભરાઈ જવાના કારણે સ્ટેબલ યાર્ડ લાઇન, સર્ક્યુલર લાઇન તેમજ સર્ક્યુલર રેલ્વે સેવાઓ ખોરવાઈ ગઈ, જેનાથી મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર કોલકાતામાં તાલા પાણીની ટાંકી પાસે બનેલી આ ઘટના અંગે ભાજપના ધારાસભ્ય રિતેશ તિવારીએ જણાવ્યું હતું આ પાઇપલાઇન સ્વતંત્રતા પહેલાના યુગની છે અને છેલ્લા 76 વર્ષમાં માત્ર કામચલાઉ સમારકામ જ કરવામાં આવ્યું છે. તંત્રની બેદરકારીના કારણે આ ગંભીર સમસ્યા સર્જાઈ છે. એન્જિનિયરોના અંદાજ મુજબ આ સ્થિતિને પૂર્વવત કરવામાં ઓછામાં ઓછા 48 કલાક જેટલો સમય લાગી શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત