Video: બિહારના પટનામાં 12 વીઘા જમીનના વિવાદમાં જૂથ અથડામણ: બાપ-બેટા સહિત 4 લોકોને ગોળી વાગતાં NMCHમાં ભરતી

બિહારની રાજધાની પટનાના દીદારગંજ વિસ્તારમાંથી જમીન વિવાદને લઈને સનસનાટીભર્યા અંકડામણની ઘટના સામે આવી હતી . અહીં 12 વીઘા જમીનની માલિકી બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ અચાનક હિંસક ઝઘડો શરૂ થયો હતો, જેમાં સામસામે તાબડતોબ ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં પિતા-પુત્રની જોડી સહિત કુલ ચાર લોકોને ગોળી વાગતાં તેઓ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી અને સન્નાટો વ્યાપી ગયો હતો. સ્થાનિકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પટનાની NMCH હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા . બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી તપાસ હાથ ધરી હતી .
જાહેરાત






