Video: તમિલનાડુના વેલ્લોરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ ખાબક્યો

સોર્સ: gstv

તમિલનાડુના વેલ્લોરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન નાગરિકોને વરસાદથી મોટી રાહત મળી છે. વેલ્લોર જિલ્લા કલેક્ટર કચેરી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અચાનક વરસેલા વરસાદને પગલે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી ગરમીનો સામનો કરી રહેલા લોકોને વરસાદના કારણે રાહતનો અનુભવ થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત