Video: દિલ્હીમાં AQI ૪૦૦ ને પાર

સોર્સ: gstv

દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુરુગ્રામમાં 5 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી બાંધકામ અને તોડી પાડવાની કામગીરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં રસ્તા, હાઇવે, ફ્લાયઓવર અને પાઇપલાઇનના પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓ જ ઓફિસમાં હાજર રહી શકશે, જ્યારે બાકીના કર્મચારીઓએ ઘરેથી કામ કરવું પડશે. ઔદ્યોગિક એકમો અને આવશ્યક સેવાઓને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI 400ને પાર કરી જતાં હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી છે. પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત