Video: પંજાબમાં આપ સરકારને મોટો ફટકો પડયો

સોર્સ: gstv

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને મોટો ફટકો પડયો છે. એક પછી એક 3 ધારાસભ્યો આપ છોડી ભાજપમાં જોડાયા છે. 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ 3 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. તેમાં પટિયાલાના સમાનાથી ધારાસભ્ય ચેતન સિંહ જૌડામાજરા અને સનૌરથી ધારાસભ્ય હરમીતસિંહ પઠાનમાજરાનો સમાવેશ થાય છે. સાથે અમૃતસર ઉત્તરના ધારાસભ્ય કુંવરવિજય પ્રતાપસિંહને પણ પાર્ટી છોડી દીધી છે. જૌડામાજરા AAP સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ થોડા સમય પહેલાં પાર્ટીએ પૂર્વ અકાલી નેતા સુરજીતસિંહ રાખડાને તેમની જગ્યાએ સમાના વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ બનાવી દીધા હતા. બીજી તરફ, હરમીતસિંહ પઠાનમાજરા વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાયો હતો. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયા હતા. તપાસમાં સામેલ થવા માટે પરત ફર્યા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.બંને ધારાસભ્યોએ ચંડીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અરવિંદ કેજરીવાલે પંજાબમાં નશા, પાક પર MSP, શિક્ષણ અને આરોગ્યને લઈને જે ગેરંટીઓ આપી હતી, તે પૂરી થઈ નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત