મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ધારમાં ૨૫ કરોડનું ગેરકાયદે ગાજં વાવેતર ઝડપાયું, ૪ની અટકાયત

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં પોલીસે એક મોટી કાર્યવાહી કરીને ગેરકાયદેસર ચાલતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. બઢિયા પટેલપુરા ગામમાં પોલીસે આઠ જેટલા ખેતરોમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ગાંજાના વાવેતર પર દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે આશરે ૨૫ કરોડ રૂપિયાની કિંમતનો ૬૭ ક્વિન્ટલ જેટલો વિપુલ માત્રામાં ગાંજો જપ્ત કર્યો છે. આ ગેરકાયદે ખેતી અને વેપાર સાથે સંકળાયેલા ચાર શંકાસ્પદ આરોપીઓની પોલીસે અટકાયત કરીને તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ દરોડા બાદ નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે અને પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો