Video: પ્રદૂષણમાં પરાળી સળગાવવાનો ફાળો 14 ટકા, પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોને જવાબદાર ન ઠેરવી શકાય

સોર્સ: gstv

દિલ્હી-NCRમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે પ્રદૂષણ નિયંત્રણના પગલાં અને નિયમોના અમલ અંગે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન CJIએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ જેટલા વધુ આદેશો આપે છે, તેટલું જ નિયમોનું ઉલ્લંઘન પણ વધે છે. એમિકસ ક્યુરી અપરાજિતા સિંહે દિલ્હીની હવાની ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને પ્રદૂષણને દરરોજ 30 સિગારેટ પીવા સમાન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દિલ્હીના પ્રદૂષણમાં પરાળી સળગાવવાનો ફાળો 14 ટકા છે. પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોને જવાબદાર ન ઠેરવી શકાય.

આ સમાચાર શેર કરો

જાહેરાત