Video: મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા ઐતિહાસિક એમ.આઈ. રોડ પર દીવાળી લાઇટિંગનું ઉદ્ઘાટન

રાજસ્થાનની રાજધાની જયપુરમાં દિવાળીના પર્વને લઈને અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શહેરના ઐતિહાસિક અને મુખ્ય એમ.આઈ. રોડ (મિર્ઝા ઇસ્માઇલ રોડ) પર ભવ્ય દિવાળી લાઇટિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને દીવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને બજારોમાં રોશની તથા સજાવટનું નિરીક્ષણ કર્યું હતું. તહેવારોની મોસમમાં જયપુરના ઐતિહાસિક બજારોની આ સુંદર રોશની સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. પ્રશાસન અને વ્યાપારી મંડળો દ્વારા રોશનીના આ સુંદર આયોજનથી સમગ્ર વિસ્તારમાં ઉત્સવનું માહોલ છવાઈ ગયો છે.
જાહેરાત








