Video: બાળકે રચ્યો વિશ્વવિક્રમ

રાજસ્થાનના અજમેરમાં માત્ર બે વર્ષના પ્રાંશ દાગડીએ અનોખી સિદ્ધિ મેળવી છે. પ્રાંશે 3 કિલો વજન સાથે સ્કેટિંગ કરીને 60 મીટરનું અંતર કાપ્યું છે. આ અસાધારણ પ્રદર્શન બદલ તેના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આટલી નાની ઉંમરે પ્રાંશે મેળવેલી આ સિદ્ધિની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. પ્રાંશની પ્રતિભા અને સિદ્ધિથી પરિવારજનોમાં ખુશીનો માહોલ છે. બે વર્ષના બાળકની આ સિદ્ધિએ અજમેરને ગૌરવ અપાવ્યું છે.
જાહેરાત






