Video: સતત ચોથા મહિને ભાવ વધારાથી સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ પર વધારાનું આર્થિક ભારણ વધશે, ભાડામાં થઈ શકે છે વધારો

એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં પ્રતિ લિટર 1 રૂપિયા 37 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સતત ચોથા મહિને જેટ ફ્યુઅલના ભાવમાં વધારો નોંધાયો છે, જેના કારણે સ્થાનિક એરલાઇન્સ માટે ATFના નવા ભાવ વધીને પ્રતિ લિટર 138 રૂપિયા 38 પૈસા પર પહોંચી ગયા છે. અગાઉ 1 ઓક્ટોબરે પ્રતિ લિટર રૂ. 16નો મોટો વધારો થયો હતો, જ્યારે 1 સપ્ટેમ્બરે 6 રૂપિયા 28 પૈસા અને 1 ઓગસ્ટના રોજ 5 રૂપિયાનો વધારો નોંધાયો હતો. એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં જેટ ફ્યુઅલનો હિસ્સો આશરે 35 થી 40 ટકા જેટલો હોય છે, જેને લીધે ભાવમાં થયેલો આ તાજેતરનો વધારો એરલાઇન્સ કંપનીઓના ઓપરેટિંગ ખર્ચ પર ભારે દબાણ લાવશે તેવી પૂરી શક્યતા છે
જાહેરાત








