દેશની સૌથી સસ્તી કારના ખરાબ હાલ! તગડી માઇલેજ છતાં ગત મહિનામાં વેચાયા માત્ર 107 યુનિટ્સ

મારુતિ સુઝુકીની કાર ભારતીય ગ્રાહકો વચ્ચે ખૂબ ખરીદવામાં આવે છે. ગત મહિને એટલે કે ઓગસ્ટ, 2026ની વાત કરીએ તો કંપનીના વૈગનઆર, ફ્રોન્ક્સ, સ્વિફ્ટ અને અર્ટિગા જેવા મોડેલોને 20,000ની આસપાસ લોકોએ ખરીદ્યા છે. જોકે, આ જ દરમિયાન કંપનીની સાથે-સાથે દેશની સૌથી સસ્તા કાર મારુતિ સુઝુકી એસ-પ્રેસો (Maruti Suzuki S-Presso) માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. આ સમયગાળા દરમિયાન એસ-પ્રેસો માત્ર 107 લોકોએ જ ખરીદી છે. આ દરમિયાન એસ-પ્રેસોનું વેચાણ 92% સુધી ઘટી ગયું છે. જ્યારે બરાબર એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં આ આંકડો 1,333 યુનિટ હતો. અહીં જાણો એસ-પ્રેસોના ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિગતવાર.
કંઈક આવી છે ડિઝાઈન
મારુતિ સુઝુકી એસ-પ્રેસો તેના માઈક્રો-SUV લુક અને ઊંચા સ્ટાન્સ માટે જાણીતી છે. તેની ડિઝાઈન ખૂબ જ બોક્સી છે, જેમાં બોલ્ડ ગ્રીલ અને ઊંચા ગ્રાઉન્ડ ક્લિયરન્સના કારણે તે રોડ પર રફ-એન્ડ-ટફ ફીલ આપે છે. ઈન્ટિરિયરની વાત કરીએ તો તેમાં મિની કૂપર જેવું સર્ક્યુલર સેન્ટર કન્સોલ આપવામાં આવ્યું છે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર અને સ્માર્ટપ્લે સ્ટુડિયો સાથે 7-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે એન્ડ્રોઈડ ઓટો અને એન્પલ કારપ્લેને સપોર્ટ કરે છે.
શાનદાર છે કારની સેફ્ટી
સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS સાથે EBD, રિયર પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ એલર્ટ સિસ્ટમ અને સીટ બેલ્ટ રિમાઈન્ડર જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ મળે છે. જોકે, તેને ગ્લોબલ NCAP રેટિંગમાં બહુ સારું રેન્કિંગ મળ્યું નથી. નવા યુનિટ્સમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને હિલ હોલ્ડ આસિસ્ટ ઉમેરીને તેને પહેલા કરતાં વધુ સુરક્ષિત બનાવવામાં આવી છે. તેનું હળવું 'હાર્ટેક્ટ' પ્લેટફોર્મ તેને શહેરના રસ્તાઓ પર ચલાવવા માટે સરળ અને સુરક્ષિત બનાવે છે.
આટલી છે કારની કિંમત
પાવરટ્રેનની વાત કરીએ તો તેમાં 1.0-લીટરનું K10C પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ 66bhpની પાવર અને 89Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને AMT (AGS) ગિયરબોક્સ સાથે આવે છે. પેટ્રોલ વેરિયન્ટમાં તે લગભગ 24.12 થી 25.30 કિમી/લીટરની માઈલેજ આપે છે. જ્યારે CNG વેરિયન્ટમાં તે 32.73 કિમી/કિગ્રા સુધીની માઈલેજ આપી દે છે. તેની એક્સ-શોરૂમ કિંમત ભારતીય માર્કેટમાં લગભગ ₹3.49 લાખથી શરૂ થઈને ₹5.25 લાખ સુધી જાય છે.

