VIDEO: નવા વર્ષની ઉજવણી દરમિયાન નેધરલેન્ડમાં મોટી દુર્ઘટના, ઐતિહાસિક ચર્ચ બળીને ખાખ
નવા વર્ષ 2026 ની ઉજવણી દરમિયાન નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં મોટી દુર્ઘટના ઘટી


નવા વર્ષ 2026 ની ઉજવણી દરમિયાન નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં મોટી દુર્ઘટના ઘટી છે. ગુરુવારે વહેલી સવારે પ્રખ્યાત અને ઐતિહાસિક વોન્ડેલકેર્ક (Vondelkerk) ચર્ચમાં ભીષણ આગ લાગી છે. 150 વર્ષ જૂની આ ઇમારતમાં આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે ચર્ચનો મોટો ભાગ રાખ થઈ ગયો. ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ.
મળતા રિપોર્ટ મુજબ 1 જાન્યુઆરી, 2026 ગુરુવારના રોજ વહેલી સવારે 2:30 વાગ્યે વોન્ડેલસ્ટ્રેટ પરના ચર્ચમાં આગ લાગી હતી. શરૂઆતમાં આગ ચર્ચના ઉપરના છતના ભાગે લાગી હતી. ભારે પવનને કારણે થોડીવારમાં આગે સમગ્ર માળખાને આવરી લીધું. લાકડાના સ્ટ્રક્ચરને લીધે આગ બેકાબૂ થઈ હતી.
ચર્ચમાં આગનો સામે આવ્યો
આ ઘટનાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જ્વાળાઓ એટલી ઊંચી દેખાઈ રહી છે કે તે દૂરથી પણ દેખાઈ રહી હતી. આગની તીવ્રતાને કારણે ચર્ચનો ઐતિહાસિક ટાવર તૂટીને ચર્ચના મધ્યમાં પડતા મોટું નુકસાન થયું છે.
વોન્ડેલકેર્ક ચર્ચમાં ભીષણ આગ લાગી
ફાયર વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મધ્ય રાત્રિએ લાગેલી આગ બાદ પરિસ્થિતિ અતિ ગંભીર બની ગઈ હતી. અમારી ટીમો હજુ પણ ઉભેલા દરેક માળખાને
બચાવવાનો પ્રયાસ કરી રહી છે. જોરદાર પવન અને આગના તણખાને લીધે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. આ ઇમારત 1884ની સાલની છે. લાકડાના સ્ટ્રક્ચર બનેલા આ ઐતિહાસિક ચર્ચમાં આગ ઝડપથી ફેલાઈ છે.
ઐતિહાસિક મહત્વ અને નુકસાન
વોન્ડેલકેર્ક ચર્ચ એમ્સ્ટરડેમનું એક સીમાચિહ્ન છે. 1884માં બનેલું આ ચર્ચ તેના સ્થાપત્ય અને ઐતિહાસિક વારસા માટે જાણીતું છે. પ્રારંભિક તપાસમાં આગનું કારણ જાણી શકાયું નથી. પરંતુ નવા વર્ષની ઉજવણી દરમિયાન આ ઐતિહાસિક ઈમારતને આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.








