VIDEO:સ્વિટ્ઝરલેન્ડ્માં નવા વર્ષની ઉજવણી ભારે પડી, બારમાં બ્લાસ્ટથી 40ના મોત
નવા વર્ષના પ્રારંભે જ સ્વિટ્ઝર્લૅન્ડમાં મોટો વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં 40 લોકો મોતને ભેટ્યા હોવાના સમાચા

નવા વર્ષના પ્રારંભે જ સ્વિટ્ઝર્લૅન્ડમાં મોટો વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટમાં 40 લોકો મોતને ભેટ્યા હોવાના સમાચાર છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ વિસ્ફોટ સ્વિસ શહેર ક્રેન્સ મોન્ટાનામાં એક બારમાં થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહી છે. વિસ્ફોટ પછી બારમાં આગ લાગતા તેમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. સ્વિસ પોલીસની બચાવ ટીમો તેમને બારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, નવા વર્ષના દિવસ નિમિત્તે આ બારમાં પાર્ટીઓ ચાલી રહી હતી અને વિસ્ફોટ થયો ત્યારે લોકોની ભારે ભીડ હતી. જેને પગલે અનેક લોકોના મોત થયાની આશંકા છે.
સ્વિસ પોલીસે ગુરુવારે સવારે રિપોર્ટ આપતા જણાવ્યું કે, ક્રેન્સ-મોન્ટાનાના લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટમાં વિસ્ફોટ થયો હતો. સ્વિસ મીડિયા અનુસાર દક્ષિણ પશ્ચિમ સ્વિટ્ઝર્લૅન્ડના વેલેસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લેથિયોને એજન્સીઓને જણાવ્યું હતું કે, અજાણ્યા કારણોસર વિસ્ફોટ થયો હતો.જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.
તેમણે કહ્યું કે,જ્યારે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા એ દરમિયાન વિસ્ફોટ લગભગ 1:30 વાગ્યે એક લોકપ્રિય પર્યટન સ્થળ લે કોન્સ્ટેલેશન નામના બારમાં થયો હતો. સ્વિસ મીડિયામાં પ્રકાશિત થયેલી તસવીરો અનુસાર, વિસ્ફોટ પછી બાર ધરાવતી ઇમારત આગમાં લપેટાઈ ગઈ હતી.






