મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હિઝબુલ્લાહમાં વધુ એક મોટો ખાતમો: ચીફ નઈમ કાસિમનો સેક્રેટરી અલી યુસુફ ઇઝરાયેલી હુમલામાં ઠાર

બેરૂત: મધ્ય-પૂર્વના યુદ્ધમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહની કમ્મર તોડવા

હિઝબુલ્લાહમાં વધુ એક મોટો ખાતમો: ચીફ નઈમ કાસિમનો સેક્રેટરી અલી યુસુફ ઇઝરાયેલી હુમલામાં ઠાર
આ સમાચાર સાંભળો

બેરૂત: મધ્ય-પૂર્વના યુદ્ધમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહની કમ્મર તોડવાનું ચાલુ રાખ્યું છે. ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે લેબેનોનની રાજધાની બેરૂતમાં કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમનો ભત્રીજો અને તેનો પર્સનલ સેક્રેટરી અલી યુસુફ હર્ષી માર્યો ગયો છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની વાતો ચાલી રહી છે.

કોણ હતો અલી યુસુફ હર્ષી?

ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF) ના જણાવ્યા અનુસાર, અલી યુસુફ માત્ર નઈમ કાસિમનો સગો ભત્રીજો જ નહોતો, પરંતુ તે તેનો સૌથી વિશ્વાસુ અંગત સચિવ અને સલાહકાર પણ હતો. તે હિઝબુલ્લાહ ચીફની ઓફિસના તમામ વ્યવહારો સંભાળતો હતો અને કાસિમની સુરક્ષા વ્યવસ્થામાં તેની કેન્દ્રીય ભૂમિકા હતી. તેના મોતે હિઝબુલ્લાહના આંતરિક વહીવટને મોટો ફટકો પાડ્યો છે.

સીઝફાયર છતાં લેબેનોનમાં ભીષણ રક્તપાત

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો કરાર થયો હોવા છતાં લેબેનોનમાં સ્થિતિ કાબૂ બહાર છે. ઈઝરાયેલે છેલ્લા 30  વર્ષમાં લેબેનોન પર સૌથી મોટો હુમલો કર્યો હોવાનું મનાય છે. અમેરિકા અને ઈઝરાયેલનો તર્ક છે કે સીઝફાયર ડીલમાં ઈરાન પરના હુમલા રોકવાની વાત છે, પરંતુ લેબેનોનમાં સક્રિય હિઝબુલ્લાહ વિરુદ્ધની કાર્યવાહી પર કોઈ પ્રતિબંધ નથી. અત્યાર સુધી લેબેનોનમાં 1500 થી વધુ લોકોના મોત થયા છે.

હિઝબુલ્લાહનો વળતો પ્રહાર

ઈઝરાયેલની આ કાર્યવાહી બાદ હિઝબુલ્લાહ પણ આક્રમક બન્યું છે. સંગઠને આ હુમલાને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ગુરુવારે સવારે જ હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલની સરહદ નજીક આવેલા 'મનારા' વિસ્તારમાં રોકેટનો વરસાદ કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયેલના હુમલાનો જવાબ આપવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે.

આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો માને છે કે જો ઈઝરાયેલ આ રીતે હિઝબુલ્લાહના ટોચના નેતાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખશે, તો ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી શાંતિ વાટાઘાટો જોખમમાં મુકાઈ શકે છે. ઈસ્લામાબાદમાં શુક્રવારે થનારી બેઠક પહેલા આ હિંસા વૈશ્વિક શાંતિ માટે મોટો પડકાર બની રહી છે.

આ સમાચાર શેર કરો