Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Israel Lebanon Conflict: Destruction in Lebanon due to Israeli attack: 254 deaths in 24 hours, America said – We have nothing to do with it!

Israel Lebanon Conflict: ઈઝરાયલી હુમલાથી લેબેનોનમાં વિનાશ: 24 કલાકમાં 254નાં મોત, અમેરિકાએ કહ્યું – અમારે લેવા-દેવા નથી!

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Israel Lebanon Conflict: ઈઝરાયલી હુમલાથી લેબેનોનમાં વિનાશ: 24 કલાકમાં 254નાં મોત, અમેરિકાએ કહ્યું – અમારે લેવા-દેવા નથી!
સોર્સ : Google

Israel Lebanon Conflict: અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ હવે ઈઝરાયલ-લેબેનોન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. એકતરફ ઈઝરાયલ લેબેનોનમાં ધડાધડ હુમલાઓ કરી રહ્યું છે, તો બીજીતરપ અમેરિકા આ મુદ્દે ચુપ બેઠું છે. લેબેનોનના આરોગ્ય મંત્રાલયે બુધવારે (8 એપ્રિલ) મોતના હચમચાવી દે તેવા એવા આંકડા જાહેર કર્યા છે.

App Store

મંત્રાલયના ડેટા મુજબ ઈઝરાયલે છેલ્લા 24 કલાકમાં લેબેનોનાં ભારે તબાહી મચાવી છે, જેમાં 254 લોકોના મોત અને 700થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલા મામલે અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે, યુદ્ધ વિરામની સમજૂતીમાં લેબેનોનને કોઈ લેવા-દેવા નથી.

ઈઝરાયલી હુમલામાં લેબેનોનમાં ભયંકર સ્થિતિ
મંત્રાલયના જણાવ્યા મુજબ, હુમલા બાદ દેશમાં એવી ભયંકર સ્થિતિ ઉભી થઈ છે કે, હોસ્પિટલમાં જગ્યાઓ ખૂટી પડી છે. તમામ હોસ્પિટલો ઈજાગ્રસ્તોથી ખીચોખીચ ભરાઈ ગઈ છે, આરોગ્ય સેવા કથળી જવાની અણી પર આવી ગઈ છે. બીજીતરફ લેબેનોનમાં તબાહી અને લોહીયાળ યુદ્ધ મુદ્દે અમેરિકા તરફથી હાથ અધ્ધર કરી દેવાયા છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે મીડિયા સાથે વાતચીત કરી છે.

લેબેનોનમાં ઈઝરાયેલી હુમલા અંગે અમેરિકાએ શું કહ્યું?
લેવિડે મીડિયા સમક્ષ સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગે જે સમજૂતી થઈ છે, તેમાં લેબેનોન સાથે કોઈ લેવા-દેવા નથી. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે, લેબેનોનમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી તે સમજૂતીની બહાર છે.

ઈરાનની ન્યૂઝ એજન્સી તસ્નીમે સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, જો ઈઝરાયલ લેબેનોન પર હુમલા બંધ નહીં કરે તો ઈરાન યુદ્ધવિરામ સમજૂતીમાંથી ખસી જશે. હવે આ ધમકીથી સંકેત મળે છે કે, આગામી સમયમાં ઈઝારયલ-લેબેનોનનું યુદ્ધ મોટું રૂપ ધારણ કરી શકે છે અને તેમાં ઈરાન સીધું જ કુદી શકે છે.