Surendranagar news: ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું! લીંબડી-ચુડાના 50થી વધુ કોળી આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

Surendranagar news: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જાહેર થઈ ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 બેઠકો ઉપર અને તાલુકા પંચાયતની 182 બેઠકો ઉપર અને 04 નગરપાલિકા અને 01 મહાનગરપાલિકા ની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભાંગતોડની નીતિનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં ભાજપ પક્ષ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુની ઉંમરના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. અને આ ઉપરાંત 03 ટર્મ લડેલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવશે નહીં અને અલગ અલગ પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. સંગઠનમાં હોય તો તેમના સગા સ્નેહીજનોને ટિકિટ આપવામાં નહીં આવે તે પ્રકારનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
ટિકિટ આપતા પહેલા ભાજપ દ્વારા કડક નિયમો કરવામાં આવતા વર્ષોથી ભાજપમાં કામ કરેલા સક્રિય કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ નારાજગીને લઈ લીંબડી ચૂડા વિસ્તારમાં કોળી સમાજના વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને તાલુકા પંચાયત અને અલગ અલગ પ્રકારની ચૂંટણીઓ લડેલા કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા રાજીનામાઓ આપી દેવામાં આવ્યા છે. અને કોંગ્રેસનો કેસ ધારણ કરવામાં આવ્યો છે કોંગ્રેસ તમામ લોકોને ટિકિટ આપવા અંગેની ખાતરી આપવામાં આવી છે અને જે આગેવાનો ભાજપ છોડી અને કોંગ્રેસમાં આવ્યા છે તે ચૂંટણી પણ લડવા અંગેની બેઠકો શરૂ કરી નાખવામાં આવી છે.
આ અંગે કોળી સમાજના 52 ગામોના આગેવાન તરીકેની છાપ ઊભી કરનાર તેજાભાઈ મેટાલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા છેલ્લા આઠથી દસ વર્ષથી જૂના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે અને નવા કાર્યકર્તાઓ ને સ્થાન આપવામાં આવે છે જુના કાર્યકર્તાઓ ની અવગણના ના કારણે નારાજગી છે તેના કારણે આજુબાજુના વિસ્તારના કોળી સમાજના આગેવાનો અને ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને અલગ અલગ હોદ્દેદારો દ્વારા રાજીનામાઓ આપી અને કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આગામી ચૂંટણીઓમાં પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવશે અને લીંબડી ચુડા વિસ્તારમાં કોંગ્રેસ સક્રિય થાય તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા ની ચૂંટણીઓમાં પણ સારો દેખાવ કરવાની ખાતરી અને પરિણામ લક્ષી કામગીરી કરવાની ખાતરી કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવી છે.
પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી ની ઉપસ્થિતિમાં ભાજપના કેસ કાઢી અને કોંગ્રેસના કેસ ધારણ કરી અને આગેવાનો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો પણ સર્જાયો છે. ત્યારે ચૂંટણીઓ પહેલા ભાંગતોડની નીતિ યથાવત રહેવા પામી છે અને ચૂંટણીને લઇ અને ભાજપમાં અંદરો અંદરની નારાજગી પણ સામે આવી છે.

