Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar NA scam: ACB raids suspended Deputy Mamlatdar Chandrasinh Mori, seizes disproportionate assets worth Rs 1.22 crore

સુરેન્દ્રનગર NA કૌભાંડ: સસ્પેન્ડેડ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પર ACBની તરાપ, 1.22 કરોડની અપ્રમાણસર મિલકત જપ્ત

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર NA કૌભાંડ: સસ્પેન્ડેડ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પર ACBની તરાપ, 1.22 કરોડની અપ્રમાણસર મિલકત જપ્ત
સોર્સ : GSTV

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન એનએ કૌભાંડ માં સંકળાયેલા અને વઢવાણમાં રહેતા અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી ઉપર વધુ એક ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ચંદ્રસિંહ મોરી ની મિલકતની તપાસ એસીબી વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ગેરકાયદેસર રીતે સત્તાનો દૂર ઉપયોગ કરી અને ચંદ્રસિંહ મોરી દ્વારા ગેરકાયદેસરની આવક ઊભી કરવામાં આવી હતી અને તેની પાસેથી અપ્રમાણસર મિલકતો મળી આવી છે અને આવક કરતાં વધુ સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.

App Store

પોતાના નામે કે સગા સંબંધીઓ કે સ્નેહીનહીં જનોના નામે થાવર અને જંગમ મિલકતો અંગે તપાસ કરવામાં આવી હતી ત્યારે ચંદ્રસિંહ મોરી પોતે નાયબ મામલતદાર હોય અને તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું.

આ કૌભાંડ દરમિયાન તેની મિલકતની તપાસ કરવામાં આવતા તેની પાસે અપ્રમાણસર મિલકત હોવાનું સામે આવ્યું હતું અને 56.89 ટકા જેટલી તેની પાસે રહેલી મિલકત છે તે અપ્રમાણસર હોવાનું સામે આવ્યું હતું ચંદ્રસિંહ ભુપતસિંહ મોરી કે જે પોતે નાયબ મામલતદાર તરીકે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા હતા હાલ તેમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે પરંતુ તેની મિલકતની તપાસ કરવામાં આવતા તેની પાસે 1.22 કરોડ રૂપિયાની મિલકત હોવાનું સામે આવ્યું છે પોતાના પરિવારજનોના નામે અને નજીકના સગા સંબંધીઓના નામે મિલકત વસાવામાં આવેલી હોવાનો પણ સામે આવ્યું છે.

ત્યારે આ અંગે 1,22,27,658ની મિલકતો હોવાનું સામે આવતા તેની સામે વધુ એક એસીબી વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટનાની તપાસ સુરેન્દ્રનગર એસીબીના પીઆઈએમડી.પટેલ ને સોંપવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટના મુદ્દે જે સીટની રચના કરવામાં આવી હતી તેમના દ્વારા આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે તપાસ કરનાર અધિકારી પીએ કાવડિયા તેમજ મદદનીશ નિયામક એસીબીના જેડી મેવાડા અને તેમની ટીમ દ્વારા આ તપાસ કરવામાં આવી છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ચંદ્રસિંહ મોરી દ્વારા ગેરકાયદેસર લેવડદેવડના હિસાબો કરવામાં આવ્યા હોય તો તે એસીબીને પુરાવાઓ આપે જેને લઈને તેના ઉપર વધુ કડક કાર્યવાહી કરી શકાય.