Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Protesting against the government on the eve of the elections, villagers of Gota Kampa in Khedbrahma boycotted the elections on the issue of basic facilities

VIDEO: ચૂંટણી ટાણે જ સરકાર સામે બાયો ચઢાવી, ખેડબ્રહ્માના ગોતા કંપાના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધા મુદ્દે કર્યો ચૂંટણી બહિષ્કાર

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોતા કંપા ગામમાં ચૂંટણીના માહોલ વચ્ચે સન્નાટો અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ એકસૂરે પોતાની પાયાની જરૂરિયાતો અને સ્વાસ્થ્યના જોખમો સામે અવાજ ઉઠાવીને આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ગામના રસ્તાઓ પર અત્યારે "ન્યાય નહીં તો વોટ નહીં" ના બેનરો અને સૂત્રોચ્ચારો ગુંજી રહ્યા છે.

App Store

શું છે ગ્રામજનોની મુખ્ય માંગણીઓ?
ગ્રામજનોનો વિરોધ મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર કેન્દ્રિત છે:

વિસ્ફોટક ફેક્ટરીનું જોખમ
ગામની નજીક આવેલી વિસ્ફોટક પદાર્થ બનાવતી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીને તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોના મતે આ ફેક્ટરીને કારણે પ્રદૂષણ અને સુરક્ષાનું મોટું જોખમ ઉભું થયું છે.

પાણી અને સિંચાઈ 
ગામના તળાવમાં સિંચાઈ માટે પાણી ભરવાની માંગ સાથે સિંચાઈ પાઈપલાઈનના ખોદકામ દરમિયાન જે નુકસાન થયું છે તેનું યોગ્ય વળતર આપવાની પણ માંગણી કરવામાં આવી છે. ગોતા કંપાથી લક્ષ્મીપુરા કંપા વચ્ચે લાંબા સમયથી પડતર પાકા રસ્તાની માગણી હજુ સુધી સંતોષાઈ નથી.

તંત્ર સામે આક્રોશ
ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે હવે તેમણે ચૂંટણી બહિષ્કારનું હથિયાર ઉગામ્યું છે. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતાએ વોટ માંગવા ગામમાં પ્રવેશ કરવો નહીં.