Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : After the Maavatha, get ready to bake: Temperatures in the state will rise by 3 degrees in the coming days, unbearable gales predicted in coastal areas!

માવઠા બાદ હવે ગરમીમાં શેકાવા તૈયાર રહેજો: રાજ્યમાં આગામી સમયમાં તાપમાન 3 ડિગ્રી વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય બફારાની આગાહી!

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
માવઠા બાદ હવે ગરમીમાં શેકાવા તૈયાર રહેજો: રાજ્યમાં આગામી સમયમાં તાપમાન 3 ડિગ્રી વધશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય બફારાની આગાહી!
સોર્સ : GSTV

Gujarat Weather Update: રાજ્યમાં ભરે ઉનાળે કમોસમી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાં આગામી 11 એપ્રિલથી 14 એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે. 

App Store

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે નવી આગાહી કરવામાં આવી છે, જેમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી જેટલો વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD અનુસાર, આગામી તારીખ 11થી 14 સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. ખાસ કરીને કોસ્ટલ(દરિયાકાંઠાના) ક્ષેત્રોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે દરિયાઈ વિસ્તારો નજીકમાં વસવાટ કરતાં લોકોને ગરમી અને બફારાના લીધે ભારે અકળામણનો અનુભવ થઈ શકે છે.

રાજ્યમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન
હાલમાં રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. શહેરોની વાત કરીએ તો, અમરેલીમાં સૌથી વધુ 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ અમદાવાદમાં 36.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 35.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. 


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વાતાવરણમાં ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જો કે, રાહતની વાત એ છે કે પવનની ગતિ હમણાં સામાન્ય જ રહેશે.