VIDEO: સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ‘ઉમેદવાર દુષ્કાળ’ 52ના આંકડા માટે ફાંફા, પણ સત્તાના સપનાં અને રેવડીના વાયદા શરૂ!
VIDEO: આજથી સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પૂરતા ઉમેદવારો નથી મળી રહ્યા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 52 જેટલા ઉમેદવારો કોંગ્રેસને ન મળતા હોવાના કારણે હજુ સુધી કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી શકી નથી પરંતુ ત્યાં બીજી તરફ લોકોને આકર્ષણ માટે શહેરી વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રેવડી વેચવાની શરૂ કરવામાં આવી છે અને વાયદા વચન આપવાના શરૂ કરવામાં આવ્યા છે.
એક તરફ પૂરતા ઉમેદવારો નથી અને પૂરતા વોર્ડમાં કોંગ્રેસ ચૂંટણી લડે તેવી કોઈપણ પ્રકારની શક્યતાઓ પણ હાલ વર્તાઈ રહી નથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉમેદવારો શોધવા માટે સતત કવાયત શરૂ કરી રહ્યા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ છે જેમાં દરેક પાર્ટી પોતાના 52 ઉમેદવારો લાડાવી શકશે.
ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી થયું જેને લઈને હાલ પૂરતા ઉમેદવારો પણ નથી મળી રહ્યા ત્યારે સુરેન્દ્રનગરનો કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટ્રો બહાર પાડવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં જો સામે તો રોજ પીવાનું પાણી આપશો બાગ બગીચાઓ બનાવશું રોડ રસ્તા અને વધુ પ્રાધાન્યતા આપવામાં આવશે જો કોંગ્રેસનું શાસન આવશે તો વિકાસના કામો પણ કરવાની ખાતરી આપવામાં આવી છે.
એક તરફ કોંગ્રેસના પૂરતા ઉમેદવારો નથી જડતા ત્યાં બીજી તરફ લોકોને ખાતરી આપવાની વાત કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે ચૂંટણી લડવા માટે જે પાર્ટી પાસે પોતાના પૂરતા ઉમેદવારો નથી તે મહાનગરપાલિકામાં સત્તાની રાહ જોઈ અને બેઠી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે ઉમેદવારો કોંગ્રેસને નથી મળતા ત્યારે પોતાનો મેનીફેસ્ટ્રો બહાર પાડ્યો છે રોડ રસ્તા પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી લોકોને આપવા કોંગ્રેસ નીકળી છે પરંતુ પોતાના ઉમેદવાર પણ ન મળતા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે પહેલા કોંગ્રેસને ઉમેદવાર ગોતવાની જરૂર છે અને ત્યારબાદ લોકોને રેવડી વેચવા ની કામગીરી કરે તેવી પક્ષના નેતાઓએ પણ આ કરી ટકોર કરી છે.

