અમદાવાદમાં જંગ જામશે! કોંગ્રેસે દરિયાપુર અને અમરાઈવાડીમાં જૂના ચહેરાઓ પર ખેલ્યો દાવ, જુઓ લિસ્ટ

Ahmedabad: ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની મહત્ત્વની યાદી જાહેર કરવામાં આવી છે. લાંબા મંથન બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા 33 ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવી છે. આ યાદીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે પક્ષે અનુભવી અને જૂના જોગીઓ પર ફરી એકવાર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
દિગ્ગજ નેતાઓને કરાયા રિપીટ
કોંગ્રેસની આ પ્રથમ યાદીમાં અમદાવાદના રાજકારણના જાણીતા ચહેરાઓને ફરીથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં: સહેજાદખાન પઠાણને દાણીલિમડા બેઠક પરથી પક્ષે ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જગદીશભાઈ રાઠોડને અમરાઈવાડી વિસ્તારમાં તેમના મજબૂત વર્ચસ્વને જોતા તેમને રિપીટ કરાયા છે. આ ઉપરાંત નીરવ બક્ષીને દરિયાપુર જેવી સંવેદનશીલ અને વ્યૂહાત્મક બેઠક પરથી નીરવ બક્ષીને ફરી ટિકિટ આપવામાં આવી છે.
બાકીની બેઠકો પર સસ્પેન્સ
આજે જાહેર કરવામાં આવેલી 33 ઉમેદવારોની યાદી બાદ હવે બાકી રહેલી બેઠકો પર કોને સ્થાન મળશે તેને લઈને રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ તેજ થઈ છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાકીના ઉમેદવારોના નામની જાહેરાત આગામી ટૂંક સમયમાં કરવામાં આવશે. આ યાદીમાં પક્ષે જ્ઞાતિ સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને પ્રાધાન્ય આપ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.




