Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: A sample of negligence in Thasra in the middle of summer: Pipeline breaks during road construction in Agarwa, scenes of river flowing on the road

VIDEO: ભર ઉનાળે ઠાસરામાં બેદરકારીનો નમૂનો: આગરવામાં રોડ બનાવવા જતાં પાઈપલાઈન તૂટી, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે વિકાસના કામોમાં લાગેલી એજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે. રાજ્યમાં જ્યારે ઉનાળો આકરો બની રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે, ત્યારે આગરવા ગામે લાખો લિટર પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું હોવાની ઘટના બની છે.

App Store

જાણો આખો મામલો 
આગરવા ગ્રામ પંચાયત દ્વારા ગામના મુખ્ય માર્ગ પર 100 મીટર લાંબો આરસીસી રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ગઈકાલે જ્યારે જેસીબી મશીન દ્વારા રોડ ખોદવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે મશીન ઓપરેટરની એક નાનકડી ચૂકને કારણે જમીનમાં રહેલી મુખ્ય પીવાના પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી. પાઈપલાઈન તૂટતાની સાથે જ પાણીનો પ્રચંડ ફુવારો છૂટ્યો હતો અને જોતજોતામાં લાખો લિટર પાણી રોડ પર વહેવા લાગ્યું હતું.

ગ્રામજનોને હાલાકી
આ પાઈપલાઈન તૂટવાને કારણે રસ્તા પર એટલી હદે પાણી ભરાઈ ગયું હતું કે મુખ્ય માર્ગ જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ગંભીર બેદરકારીને કારણે ગામના રહીશોને અવરજવર કરવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમય સુધી પાણીનો પ્રવાહ ચાલુ રહેતા લોકોમાં પંચાયતની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, આખરે આજે પાઈપલાઈન રિપેર કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં સુધીમાં કીમતી પાણીનો મોટો જથ્થો વેડફાઈ ચૂક્યો હતો.