Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Election frenzy in Surendranagar: Filing of nomination forms starts today, forms will be accepted till April 11

VIDEO: સુરેન્દ્રનગરમાં ચૂંટણીનો ધમધમાટ: આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ, 11 એપ્રિલ સુધી ફોર્મ સ્વીકારાશે

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા આજથી ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારી એન.કે. પટેલના જણાવ્યા અનુસાર, ઉમેદવારો આગામી 11 એપ્રિલ સુધી પોતાના ઉમેદવારી ફોર્મ ભરી શકશે.

App Store

ચૂંટણી તંત્રની સજ્જતા
ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન કરાવવા માટે તંત્રએ કમર કસી છે. સમગ્ર જિલ્લામાં કુલ 1352 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 6500 થી વધુ કર્મચારીઓને ચૂંટણી લક્ષી કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. આજથી જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) લાગુ કરી દેવામાં આવી છે.

ચુસ્ત સુરક્ષા અને નિયમો
ચૂંટણી ફોર્મ ભરતી વખતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. ઉમેદવારી પત્ર ભરવા આવતા ઉમેદવાર સાથે માત્ર પાંચ જ વ્યક્તિઓને કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે. આ નિયમ પાછળનો હેતુ ભીડ રોકવાનો અને શાંતિ જાળવવાનો છે. સવારથી જ ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અને તેમના ટેકેદારો ફોર્મ લેવા માટે મામલતદાર અને કલેક્ટર કચેરીઓમાં ઉમટી પડ્યા હતા.