Surendranagar news: હોટલ અને ગેસ્ટ હાઉસમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર પોલીસના દરોડા

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાની હોટલો અને ગેસ્ટ હાઉસમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલા ગેસ્ટ હાઉસ અને હોટલોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગેસ્ટ હાઉસમાં અલગ અલગ ચેકિંગ દરમિયાન નિયમોનો ઉલાળીયો કરી અને ગેસ્ટ હાઉસ અને હોટલો ભારે આપવામાં આવતી હોવાનો ધડાકો થયો હતો.
જેમાં ખાસ કરીને હોટલ ચેકિંગ દરમિયાન 18 વર્ષથી નીચેની ઉંમરના સગીર વયના યુવકોને અને યુવતીઓને વાલીઓની સંમતિ વગર રૂમ ભાડે આપવામાં આવતા હોવાની શંકા ના આધારે ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી તેમજ જે હોટલો રેસ્ટોરન્ટો આવેલી છે તેમાં એક મહિના નું સીસીટીવીનું રેકોર્ડિંગ સાચવવામાં ન આવતી હોવાની પણ પોલીસને શંકા ગઈ હતી આ આધારે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં બે હોટલ સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હોટલ ધ પેલેસ ના સંચાલક ક્રિપાલટી ભવાનીસિંહ જાડેજા રહે ધાંગધ્રા વાડા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત હોટલ બ્લુ બર્ડના સંચાલક દેવાંગભાઈ મનુભાઈ ખાંભલા રહે કોરડા વાળા ઉપર પણ ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ વિભાગ દ્વારા સેટર્ન હોટલ તેમજ શિવશક્તિ ગેસ્ટ હાઉસ હર્ષદ ગેસ્ટ હાઉસ આંગન હોટલ વૃંદાવન હોટલ સ્કાય ઇન હોટલ ડાયમંડ હોટલ અને સનરાઈઝ હોટલ માં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ચેકિંગ દરમિયાન 18 વર્ષથી નીચેની ઉંમરના સગીરોને વાલીની સહમતી વગર રૂમ ભાડે ન આપવા તેમજ ગેરકાયદેસર હેતુ માટે હોટલો ન આપવાની સૂચના આપવામાં આવી હતી સીસીટીવી રેકોર્ડ છે તે એક મહિનાનું સચવાય તે પ્રકારની વ્યવસ્થા કરવા અંગે ની સૂચના પણ આપવામાં આવી હતી આ ઉપરાંત પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરી નાખી અને ત્યાં આવતા લોકોની અવર-જવરની એન્ટ્રી કરવા અંગેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

