Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Have a relationship with me, Brown Indian boy - otherwise...', JP Morgan's female boss

'મારી સાથે ....સંબંધ બનાવ, બ્રાઉન ઇન્ડિયન બોય - નહીંતર...',જેપી મોર્ગનની મહિલા બોસ પર આરોપ

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
'મારી સાથે ....સંબંધ બનાવ, બ્રાઉન ઇન્ડિયન બોય - નહીંતર...',જેપી મોર્ગનની મહિલા બોસ પર આરોપ
સોર્સ : GSTV

કોર્પોરેટ જગતને હચમચાવી દેતો એક કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે. જેપી મોર્ગન ચેસ (JPMorgan Chase) જેવી પ્રતિષ્ઠિત કંપનીની મહિલા એક્ઝિક્યુટિવ લોર્ના હજદીની પર તેના જ એક જુનિયર સહકર્મીએ જાતીય શોષણ, નશીલી દવા આપવા અને વંશીય દુર્વ્યવહારના ગંભીર આરોપ લગાવી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

App Store

નશીલી દવા અને 'બ્રાઉન બોય' કહી અપમાનિત કરવાનો આરોપ

ન્યૂયોર્ક કાઉન્ટી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા મુકદ્દમા અનુસાર, પીડિત પુરુષ સહકર્મી (જેની ઓળખ 'જોન ડો' તરીકે ગુપ્ત રખાઈ છે) એ આરોપ લગાવ્યો છે કે લોર્ના તેને 'બ્રાઉન બોય ઇન્ડિયન' કહીને બોલાવતી હતી. આરોપ છે કે લોર્નાએ પીડિતને તેની સાથે જાતીય સંબંધ બાંધવા માટે મજબૂર કરવા માટે 'રોહિપ્નોલ' (ડેટ-રેપ ડ્રગ) જેવી નશીલી દવાઓ આપી હતી. જ્યારે પીડિતે ના પાડી, ત્યારે તેને કરિયર બરબાદ કરવાની અને પ્રમોશન અટકાવવાની ધમકી આપવામાં આવી હતી.

ધમકી અને બ્લેકમેલિંગની ચોંકાવનારી વિગતો

  • કરિયર બરબાદ કરવાની ધમકી: લોર્નાએ પીડિતને કહ્યું હતું કે, "જો તે તેની સાથે સેક્સ નહીં કરે તો તે તેને બરબાદ કરી દેશે. તું મારો ગુલામ છે".

  • નસ્લીય ટિપ્પણી: સપ્ટેમ્બર 2024માં લોર્નાએ પીડિતની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, "તને શું લાગે છે મેનેજમેન્ટ કોઈ 'બ્રાઉન બોય ઇન્ડિયન' ને લીડ કરવા દેશે?".

  • જબરદસ્તી અને અપમાન: મુકદ્દમામાં ઉલ્લેખ છે કે લોર્ના અચાનક પીડિતના એપાર્ટમેન્ટમાં પહોંચી ગઈ હતી અને ત્યાં પીડિતની પત્ની વિશે પણ વાંધાજનક અને નસ્લીય ટિપ્પણીઓ કરી હતી.

કોણ છે લોર્ના હજદીની?

લોર્ના હજદીની (37 વર્ષ) જેપી મોર્ગન ચેસના લેવરેજ્ડ ફાઈનાન્સ ડિવિઝનમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. તે છેલ્લા 15 વર્ષથી આ કંપની સાથે જોડાયેલી છે. તેણે NYU સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ જેવી સંસ્થાઓમાંથી શિક્ષણ મેળવ્યું છે.

કંપની અને આરોપીનો પક્ષ

લોર્ના હજદીનીએ તેના વકીલો દ્વારા આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બીજી તરફ, જેપી મોર્ગન (JPMC) એ જણાવ્યું છે કે તેમણે આ મામલે આંતરિક તપાસ કરી હતી પરંતુ તેમને આ દાવાઓમાં કોઈ સત્ય મળ્યું નથી. કંપનીનો દાવો છે કે ફરિયાદ કરનાર કર્મચારીએ તપાસમાં સહયોગ આપવાનો ઇનકાર કર્યો હતો.

પીડિતના વકીલના જણાવ્યા અનુસાર, આ ઘટનાએ પીડિતને માનસિક અને વ્યાવસાયિક રીતે તોડી નાખ્યો છે. તે હાલમાં બેરોજગાર છે, જ્યારે આરોપી મહિલા હજુ પણ કંપનીમાં કાર્યરત છે. પીડિતે આર્થિક નુકસાન અને પ્રતિષ્ઠાને થયેલા નુકસાન બદલ વળતરની માંગ કરી છે.