Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Amravati Sex Scandal: Accused Arrested After 350 Videos Surface Online

Amravati scandal; 350 બિભત્સ વીડિયો, 100 વાયરલ; સગીરાઓના જાતીય શોષણ બદલ 19 વર્ષનો અયાન અહેમદ જેલભેગો

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Amravati scandal; 350 બિભત્સ વીડિયો, 100 વાયરલ; સગીરાઓના જાતીય શોષણ બદલ 19 વર્ષનો અયાન અહેમદ જેલભેગો
સોર્સ : GSTV

અમરાવતી, મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 19 વર્ષીય યુવાન અયાન અહેમદ તનવીર પર સગીર વયની બાળકીઓ અને અનેક યુવતીઓનું જાતીય શોષણ કરવાનો અને તેમના વાંધાજનક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ કેસમાં અમરાવતી ગ્રામીણ પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી છે.

App Store

ઘટનાનો ખુલાસો અને ધરપકડ

પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે પરતવાડા વિસ્તારમાં દરોડા પાડીને મુખ્ય આરોપી અયાન અહેમદની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને તેના મોબાઈલમાંથી 350 થી વધુ વાંધાજનક વીડિયો મળી આવ્યા છે. આ કેસમાં બીજો આરોપી ઉઝૈર ખાન ઇકબાલ ખાન પણ ઝડપાયો છે, જેના પર આરોપ છે કે તેણે અયાનના ફોનમાંથી આ વીડિયો ડાઉનલોડ કરીને સોશિયલ મીડિયા પર મોટા પાયે વાયરલ કર્યા હતા.

મોડસ ઓપરેન્ડી: પ્રેમની જાળ અને બ્લેકમેલિંગ

તપાસમાં બહાર આવ્યું છે કે અયાન પહેલા યુવતીઓ સાથે મિત્રતા કેળવતો અને તેમને પ્રેમની જાળમાં ફસાવતો હતો. સંબંધો બાંધ્યા બાદ તે તેમની જાણ બહાર ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરતો હતો. બાદમાં આ જ વીડિયો બતાવીને તે યુવતીઓને ધમકાવતો અને તેમનું સતત જાતીય શોષણ કરતો હતો. રાજકીય નેતાઓના દાવા મુજબ, તેણે આશરે 180 જેટલી યુવતીઓને નિશાન બનાવી છે, જોકે પોલીસે અત્યાર સુધીમાં 8 પીડિતોની પુષ્ટિ કરી છે.

રાજકીય આક્ષેપબાજી અને AIMIM સાથેના છેડા

આ ઘટનાએ હવે રાજકીય રંગ પકડ્યો છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે અયાન અહેમદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે જોડાયેલો હતો અને સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન સોશિયલ મીડિયાનું કામ સંભાળતો હતો. જોકે, AIMIM ના પ્રતિનિધિએ સ્પષ્ટતા કરી છે કે અયાન અગાઉ પાર્ટી સાથે જોડાયેલો હતો, પણ હાલમાં તેનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.

અમરાવતીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

આ ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા પરતવાડા અને અચલપુર વિસ્તારમાં 'બંધ'નું એલાન આપવામાં આવ્યું છે. સ્થાનિક મંદિરે મળેલી બેઠક બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડક સજાની માંગણી કરવામાં આવી છે. સ્થિતિને જોતા અમરાવતી ગ્રામીણ પોલીસે વધારાનો પોલીસ કાફલો તૈનાત કર્યો છે.

પોલીસની અપીલ અને સુરક્ષા

અમરાવતી ગ્રામીણ એસપી વિશાલ આનંદ સિંગુરીએ જણાવ્યું છે કે, પીડિત યુવતીઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. જે કોઈ પણ વ્યક્તિ પાસે આ અંગે પુરાવા હોય તે મહિલા પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી શકે છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે પીડિતની ઓળખ છતી કરવી એ ગુનો છે અને આ કેસમાં કોઈ પણ સંગઠિત નેટવર્કની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.