Video: પંજાબ સરકારની દિવાળી ભેટ: ૬,૫૦૭ કમ્પ્યુટર શિક્ષકોના મોંઘવારી ભથ્થામાં ૪૦ ટકાનો ઐતિહાસિક વધારો મંજૂર કરાયો

સોર્સ: gstv

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને જણાવ્યું કે કમ્પ્યુટર શિક્ષકોનું મોંઘવારી ભથ્થું ૧૮૧ ટકાથી વધારીને ૨૨૧ ટકા કરવામાં આવ્યું છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ લાંબા સમયથી ફરજ બજાવતા ૧ હજાર ૭ નોન-ટીચિંગ કર્મચારીઓની સેવાઓ નિયમિત થવાથી તેમને નોકરીની વધુ સ્થિરતા અને સુરક્ષા મળશે. રાજ્ય સરકારે આ કર્મચારીઓને પગાર-સંબંધિત અન્ય લાભો આપવાનો પણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર કર્મચારીઓના કલ્યાણ અને તેમના સુરક્ષિત ભવિષ્ય માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેમના હિતોની રક્ષા માટે કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત