Video: દિલ્હીથી હિમાચલ સુધી ખરાબ હવાની ગંભીર અસરો, જંગલમાં આગ, પશુ-પક્ષીઓ સામે ગંભીર જોખમ

હિમાચલ પ્રદેશમાં દિવાળીની રાત્રે ભારે ફટાકડા ફોડાતા શિમલા, મનાલી અને ધર્મશાલા સહિતના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બગડ્યો હતો. શિમલામાં રાત્રે AQI ૧૯૧ સુધી પહોંચી ગયો હતો. જોકે, દિવાળી પછી હવાની ગુણવત્તામાં સુધારો થયો છે અને દિલ્હીની સરખામણીએ હિમાચલમાં હવા ઘણી સારી છે. સોમવારે સવારે શિમલામાં AQI ૬૧, મનાલીમાં ૮૮, કુલ્લુમાં ૭૯ અને કાંગડામાં ૫૩ નોંધાયો છે. હાલ મોટાભાગના વિસ્તારોમાં AQI ૧૦૦થી નીચે આવી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ૭ દિવસમાં હળવો વરસાદ અને તડકો રહેશે. ૧૨ અને ૧૩ નવેમ્બરે વાવાઝોડાનું યલો એલર્ટ જાહેર કરાયું છે. મંડી અને સુંદરનગરમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી છે, જ્યારે ઉનામાં તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું હતું.
જાહેરાત







