Video: દાનાપુર હોસ્પિટલ બહાર પોલીસ અને ગુનેગારોના પરિવાર વચ્ચે ઝઘડો

બિહારના પટનામાં પોલીસ સાથેના ભીષણ એન્કાઉન્ટરમાં ત્રણ મોસ્ટ વોન્ટેડ ગુનેગારો ઠાર મરાયા છે. આ ઘટના બાદ દાનાપુર સબડિવિઝનલ હોસ્પિટલની બહાર પોલીસ અને મૃતક ગુનેગારોના પરિજનો વચ્ચે ભારે હંગામો અને હિંસક ઝઘડો થયો હતો. પરિવારે પોલીસ કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી. પરિસ્થિતિને વણસતી અટકાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરીને આગળની કાનૂની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.
જાહેરાત








