મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અલાસ્કામાં નકલી પુતિનને મળ્યા હતા ટ્રમ્પ? જાણો, કેમ ઉભા થયા સવાલ

દુનિયાની રાજનીતિમાં કેટલીક મુલાકાત એવી હોય છે જેને લઇને ચર્ચા થતી રહે છે. અલાસ્કામાં તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડ

અલાસ્કામાં નકલી પુતિનને મળ્યા હતા ટ્રમ્પ? જાણો, કેમ ઉભા થયા સવાલ

દુનિયાની રાજનીતિમાં કેટલીક મુલાકાત એવી હોય છે જેને લઇને ચર્ચા થતી રહે છે. અલાસ્કામાં તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત થઇ હતી. જ્યારે આ બન્ને દિગ્ગજ નેતાઓ આમને-સામને આવ્યા તો કેમેરાની ફ્લેશ સતત ચમકતી રહી હતી. આ મુલાકાત બાદ લોકો પૂછવા લાગ્યા કે ટ્રમ્પને મળનારા અસલમાં પુતિન નહતા પણ તેમના હમશકલ હતા.

શું પુતિનના હમશકલને મળ્યા ટ્રમ્પ?

હવે આ સવાલ કેમ ઉભો થયો. વીડિયોમાં પુતિન સામાન્ય કરતા વધુ હસતા જોવા મળ્યા હતા. જ્યારે દુનિયા તેમણે શાંત અને ગંભીર નેતા તરીકે ઓળખે છે. કેટલાક યૂઝર્સે લખ્યુ કે અસલી પુતિન આટલી આસાનીથી નથી હસતા. કેટલાકે તો એમ પણ કહ્યું કે જે વ્યક્તિએ ટ્રમ્પ સાથે હાથ મીલાવ્યો તેમના ગાલના હાડકા જોવા મળતા હતા અને તેમના ચહેરા પર થોડો ફરક જોવા મળ્યો હતો. ટ્વિટર અને રેડિટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #PtinDouble અને #FakePutin જેવા હેશટેગ પણ ટ્રેંડ કરવા લાગ્યા હતા.

યૂઝર્સ ઉઠાવી રહ્યાં છે સવાલ

અલાસ્કાની મુલાકાતે ફરી એક વખત આ વિવાદ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર લોકો મજાક પણ ઉડાવી રહ્યાં છે કે અસલી પુતિન તો મોસ્કોમાં હશે અને અલાસ્કામાં માત્ર તેમનો ડુપ્લીકેટ મોકલી દીધો. કેટલાકે તો ટ્રમ્પને પણ નિશાના પર લીધા છે અને લખ્યુ કે તે ઓળખી ના શક્યા કે સામે ઉભેલો વ્યક્તિ પુતિન નહીં પણ તેમનો હમશકલ છે.

પહેલા પણ લાગી ચુક્યા છે આવા આરોપ

આવું પ્રથમ વખત નથી જ્યારે પુતિનના હમશકલની ચર્ચા ના થઇ હોય. રશિયા અને બહારની મીડિયામાં કેટલીક વખત આ વાત ઉભી થઇ ચુકી છે કે પુતિનના કેટલાક ડુપ્લિકેટ્સ છે, જે જરૂર પડવા પર અલગ અલગ જગ્યાએ તેમની જગ્યાએ ઉભા રહે છે. કેટલાક જૂના વીડિયો અને તસવીરોમાં પણ શક વ્યક્ત કરવામાં આવ્યો કે પુતિનના ચહેરામાં સામાન્ય બદલાવ જોવા મળે છે, ક્યારેક કાનોની બનાવટ અલગ જોવા મળે છે તો ક્યારેક જડબાની લાઇનમાં ફરક જોવા મળે છે. જોકે, પુતિનના નજીકના લોકોએ હંમેશા આ વાતોને ફગાવી દીધી છે અને કહ્યું કે પુતિન માત્ર એક જ છે અન તે દરેક જગ્યાએ હાજર રહે છે.

આ સમાચાર શેર કરો