119 દેશોમાં ફેલાયો ખતરનાક વાયરસ, બની શકે છે 'મહામારી; WHOએ આપી ચેતવણી
વર્ષ 2005માં એક વાયરસે વિશ્વના કેટલાક દેશોમાં લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ કારણ કેટલા

વર્ષ 2005માં એક વાયરસે વિશ્વના કેટલાક દેશોમાં લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા. આ કારણ કેટલાક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો હતો. આ વાયરસ હિંદ મહાસાગરમાંથી નાના-નાના દેશોમાં ફેલાવવાનો શરૂ થયો હતો અને ધીમે ધીમે ભારત સહિત કેટલાક દેશોમાં ફેલાઇ ગયો હતો. આ ખતરનાક વાયરસનું નામ ચિકનગુનિયા (Chikungunya) છે, જે ફરી એક વખત ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વાયરસના ખતરનાને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચેતવણી જાહેર કરી છે. એશિયા અને યૂરોપના કેટલાક દેશોમાં આ વાયરસના કેસ સતત વધી રહ્યાં છે જે ચિંતાજનક છે.
119 દેશોના 560 કરોડ લોકો ચિકનગુનિયા વાયરસનો ખતરો
WHOની મેડિકલ ઓફિસર ડાયના રોજાસ અલ્વારેજે જણાવ્યું કે વર્તમાનમાં 119 દેશોમાં લગભગ 560 કરોડ લોકો ચિકનગુનિયા ઇન્ફેક્શનના ખતરામાં છે. આ વાયરસ ખૂબ જ તાવ, અસહ્ય સાંધાનો દુખાવો અને દુર્લભ કિસ્સાઓમાં અપંગતાનું કારણ બની શકે છે. આ રોગ માટે હજુ સુધી કોઈ રસી નથી અને આ વાયરસ મચ્છરો દ્વારા ઝડપથી ફેલાય છે. વરસાદની ઋતુમાં જોખમ વધારે હોય છે, કારણ કે આ ઋતુમાં મચ્છરોની સંખ્યામાં વધારો થાય છે.
2025માં ચિકનગુનિયાના વધતા કેસોએ 2005ના ભયંકર ચિકનગુનિયા રોગચાળાની યાદ તાજી કરી દીધી છે.આ રોગ સૌપ્રથમ હિંદ મહાસાગરના નાના ટાપુઓથી શરૂ થયો હતો અને 5 લાખથી વધુ લોકોને અસર કરી હતી.
ચિકનગુનિયાથી બચવા માટે શું કરાય?
WHOએ લોકોને અપીલ કરી છે કે ખુદને સુરક્ષિત રાખવા માટે મચ્છર ભગાવનારા સ્પ્રે અથવા ક્રીમ લગાવો અથવા ડોલ કે કોઇ પણ ખુલ્લા વાસણમાં પાણી ભેગુ થવા ના દો, કારણ કે તે મચ્છર ઇંડા આપે છે અને ઉછરે છે.








