મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીનનું નવું અવકાશ મિશન, જેમાં ત્રણ અવકાશયાત્રીઓ સાથે ચાર ઉંદરો પણ અવકાશમાં જશે

ચીન આવતીકાલે શુક્રવારે રાત્રીના સમયે શેનઝોઉ-21 માનવયુક્ત મ

ચીનનું નવું અવકાશ મિશન, જેમાં ત્રણ અવકાશયાત્રીઓ સાથે ચાર ઉંદરો પણ અવકાશમાં જશે

ચીન આવતીકાલે શુક્રવારે રાત્રીના સમયે શેનઝોઉ-21 માનવયુક્ત મિશન લોન્ચ કરશે, જે તિયાનગોંગ સ્પેસ સ્ટેશન માટે રવાના થશે. આમાં ત્રણ અવકાશયાત્રીઓ અને ચાર પ્રયોગશાળાના ઉંદરો સામેલ હશે. આ મિશન માટે 32 વર્ષીય વુ ફેઈને પસંદ કરાયો છે, જે ચીનનો સૌથી નાની વયનો અવકાશયાત્રી બનશે. આ મિશન ચીનના સ્પેસ ડ્રીમ પ્લાનનો એક ભાગ છે, જેનો હેતુ 2030 સુધીમાં ચંદ્ર પર માનવયુક્ત મિશન મોકલવાનો છે.

જણાવી દઈએ કે એક તરફ ભારત ગગનયાન મિશનની તૈયારી કરી રહ્યું છે ત્યારે ચીન દ્વારા ચંદ્ર પર પગ મૂકવાની તૈયારી ચાલી રહી છે. ચીન આવતીકાલે 31 ઓક્ટોબરે શેનઝૂ-21 મિશનને લોન્ચ કરશે. ચીન સ્પેસમાં તેની હાજરી રાખવા માટે ઘણાં મિશન કરી સ્પેસમાં તેમનો દબદબો બનાવી રાખવા માંગે છે.

મિશન ક્યારે અને ક્યાં લોન્ચ થશે?

ચીનની મેૈનડ સ્પેસ એજન્સી (CMSA) અનુસાર, આ મિશન આવતીકાલે શુક્રવારે રાત્રે 11:44 વાગ્યે (સ્થાનિક સમય) ચીનના જિયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી ઉડાન ભરશે. ચીન દર છ મહિને ત્રણ નવા અવકાશયાત્રીઓને તિયાનગોંગ સ્પેસ સ્ટેશન પર મોકલે છે, જે જૂના ક્રૂનું સ્થાન લે છે.

કોણ જશે આ મિશનમાં?

કમાન્ડર ઝેન્ગ લૂ આ મિશનમાં ભાગ લેશે અને તેમની સાથે પહેલી વાર અવકાશમાં જનાર વુ ફે અને ઝેન્ગ હોન્ગઝેન્ગ પણ જોવા મળશે. ઝેન્ગ લૂ અગાઉ શેનઝૂ-15 મિશનમાં અંતરિક્ષમાં ગયા હતા. તેમનું કામ તિયાનગોંગ સ્પેસ સ્ટેશન પર જઈને માઇક્રોગ્રેવિટીમાં વિજ્ઞાનના એક્સપેરિમેન્ટ્સ કરવાનું છે. સરળ ભાષામાં જોઈએ તો સ્પેસમાં રહેવું કેવી રીતે અને લોકો પર શું અસર પડે છે એ તેમના દ્વારા રિસર્ચ કરવામાં આવશે. આ મિશન દ્વારા ચીન તેમના સ્પેસ સ્ટેશનમાં રહેલા અંતરિક્ષ યાત્રીને રોટેટ કરી રહ્યું છે.

ઉંદર પણ જઈ રહ્યા છે તેમની સાથે

આ અંતરિક્ષ યાત્રીઓ સાથે ચાર ઉંદર પણ અંતરિક્ષમાં જઈ રહ્યા છે. એમાંથી બે મેલ અને બે ફીમેલ છે. માઇક્રોગ્રેવિટીમાં તેમના પર શું અસર થાય છેની સાથે તેમની બાયોલોજી પર પણ શું અસર પડે છે એ વિજ્ઞાનીઓ દ્વારા જોવામાં આવશે. તિયાનગોંગ સ્પેસ સ્ટેશનમાં ચીન દ્વારા સતત મિશન કરવામાં આવતા રહે છે અને એના જ ભાગરૂપે આ મિશન પણ ચાલી રહ્યું છે.

બહુ જલદી ચંદ્ર પર પગ મૂકશે ચીન

ચીન દ્વારા હવે ફક્ત લો-અર્થ ઓરબિટમાં જ મિશન કરવામાં આવે એવું નથી. તેઓ હવે 2030 સુધીમાં ચંદ્ર પર પગ મૂકશે. ચીનના હ્યુમન સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામ હેઠળ શેનઝૂ-21ને લોન્ચ કરવામાં આવી રહ્યું છે. એના દ્વારા ચીનને ચંદ્રના મિશન માટે ખૂબ જ મદદ મળશે.

આ સમાચાર શેર કરો