મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

'Ceasefire'? ટ્રમ્પ સામે એલોન મસ્ક પડ્યા નબળા, સોશિયલ મીડિયા પોસ્ટ પર વ્યક્ત કર્યો અફસોસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વ

'Ceasefire'? ટ્રમ્પ સામે એલોન મસ્ક પડ્યા નબળા,  સોશિયલ મીડિયા પોસ્ટ પર વ્યક્ત કર્યો અફસોસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચેના બગડેલા સંબંધો હવે ફરી એકવાર પાટા પર આવી રહ્યા હોય તેવું લાગે છે. એલોન મસ્કે પોતે સંબંધો સુધારવા માટે પહેલ કરી છે. ટ્રમ્પ સાથેની ચર્ચા બાદ, મસ્ક હવે પસ્તાવો કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના શબ્દો પર અફસોસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ટ્રમ્પ વિષે  લખતી વખતે તેમણે મર્યાદા ઓળંગી દીધી હતી, જેનો તેમને અફસોસ છે.

એલોન મસ્કે શું કહ્યું?

બુધવારે, એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. મસ્કે X પર લખ્યું હતું, "ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશેની મારી કેટલીક પોસ્ટ પર મને અફસોસ છે. મેં મર્યાદા ઓળંગી દીધી."

ટ્રમ્પ-મસ્ક વચ્ચે શું થયું?

તાજેતરના સમયમાં, એલોન મસ્ક અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા હતા. ટ્રમ્પ દ્વારા લાવવામાં આવેલા બિલનો જાહેરમાં વિરોધ કરવામાં આવતા વિવાદ શરૂ થયો હતો. એકબીજાની ખૂબ નજીક ગણાતા ટ્રમ્પ અને મસ્ક વચ્ચે શબ્દ યુદ્ધ પણ જોવા મળ્યું હતું અને બંને પક્ષો તરફથી આરોપ-પ્રત્યારોપોનો લાંબો દોર ચાલ્યો હતો.

જાણો મસ્કે શું કર્યું?

દરમિયાન, તાજેતરમાં જ એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી તે પોસ્ટ દૂર કરી હતી જેમાં તેમણે દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સેક્સ અપરાધી જેફરી એપસ્ટેઈન સંબંધિત ફાઇલોમાં હતું. મસ્કના પોસ્ટ ડિલીટ કરવાના પગલાને ટ્રમ્પ સાથે સંભવિત સમાધાનના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. અગાઉ, મસ્કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) માંથી રાજીનામું આપ્યું હતું.

જુલાઈ 2024 માં પેન્સિલવેનિયામાં ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેની મિત્રતા ખીલી હતી. આ પછી, મસ્કે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. આ ઘટનાની થોડીવાર પછી, મસ્કે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "હું ટ્રમ્પને સંપૂર્ણ સમર્થન આપું છું અને તેમના ઝડપી સ્વસ્થ થવાની ઇચ્છા કરું છું." આ પછી, મસ્ક અને ટ્રમ્પ ચૂંટણી પ્રચારમાં સાથે જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો