મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકામાં $5 કરોડનું હેલ્થકેર કૌભાંડ: FBIએ 3 નર્સ અને ડોક્ટર સહિત 8 લોકોની ધરપકડ કરી

વોશિંગ્ટન : એફબીઆઈએ કેલિફોર્નિયામાં પાંચ કરોડ ડોલરથી વધુ રકમના હેલ્થકેર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હેલ્થક

અમેરિકામાં $5 કરોડનું હેલ્થકેર કૌભાંડ: FBIએ 3 નર્સ અને ડોક્ટર સહિત 8 લોકોની ધરપકડ કરી
આ સમાચાર સાંભળો

વોશિંગ્ટન : એફબીઆઈએ કેલિફોર્નિયામાં પાંચ કરોડ ડોલરથી વધુ રકમના હેલ્થકેર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હેલ્થકેર સિસ્ટમ સાથે કરવામાં આવેલા આ કૌભાંડમાં આઠ જણની ધરપકડ કરવામાં આવી છે. ગયા સપ્તાહે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વાઇસ પ્રેસિડેન્ટ વાન્સની આગેવાની હેઠળ રચાયેલી ટાસ્ક ફોર્સ સાથે એફબીઆઈ સંકલન સાધીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. 

પત્રકાર પરિષદમાં અમેરિકન એટર્ની બિલ અસાઇલીએ જણાવ્યું હતું કે ત્રણ નર્સ, એક ચિરોપ્રેક્ટર અને એક મનોવૈજ્ઞાાનિક સહિત આઠની ધરપકડ કરવામાં આવી હતી. એસાઇલીએ જણાવ્યું હતું કે આરોપીઓ પર એકદમ ફ્રોડ કહી શકાય તેવી હોસ્પાઇસ કેર ફેસિલિટીઝ ચલાવવાનો આરોપ છે. તેઓએ કોઈપણ માંદગી ન હોવા છતાં તેવા લોકોના નામોના નામોનો ઉપયોગ કરીને બિલો બનાવીને કૌભાંડ કર્યુ હતું.

FBI ના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી ગ્લેડવિન અને અમેલો ગિલ ડોક્ટર અને સાઇકલોજિસ્ટ છે. તેઓ કુલ આવી ૬૨૬ હોસ્પાઇસના સહમાલિક હતા. આ હોસ્પાઇસ સેન્ટ ફ્રાન્સિસ પેલિયેવેટિવ કેર તરીકે કામ કરતી હતી. 

એસાઇલીએ જણાવ્યું હતું કે હોસ્પાઇસમાં ઊંચા સર્વાઇવલ રેટના કારણે તપાસકર્તાઓને લાગ્યુ કે ત્યાં કંઇક ખોટું થઈ રહ્યું છે, જે વાત પછી સાચી નીકળી હતી.

સામાન્ય રીતે લોકો મૃત્યુની નજીક પહોંચેલા હોય છે ત્યારે જ હોસ્પાઇસમાં જાય છે, કંઈ હોસ્પાઇસમાં જવાથી મૃત્યુના આરે પહોંચેલો માણસ લાંબુ જીવી જાય તે શક્ય નથી. હવે હોસ્પાઇસનો સર્વાઇવલ રેટ ૧૭ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાંચ ગણો વધારે હોવાના લીધે શંકા ગઈ હતી. આ દંપતી પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે, કોર્ટના દસ્તાવેેજો કહે છે કે મૃત્યુ જ ન પામી રહ્યા હોય તેવા દર્દીઓના રેફરલ આપીને મેડિકેર પાસેથી ગેરકાયદેસર રીતે પેમેન્ટ મેળવવામાં આવ્યું હતું. 

આ દંપતી પર હોસ્પાઇસ સર્વિસિઝ માટે મેડિકલ કેર પેટેથી  ૫૨ લાખ ડોલરથી પણ વધુ રકમના ક્લેમ્સ મેળવવાનો આરોપ છે. મેડિકેરે આવા છેતરપિંડીવાળા દાવા પેટે ૪૦ લાખ ડોલરથી પણ વધુ રકમ ચૂકવી છે. આ સિવાય એક નર્સે આરોપ મૂક્યો છે કે તેના બિઝનેસનો ઉપયોગ કરીને હોસ્પાઇસે મેડિકેર સમક્ષ ૯૦ લાખ ડોલરના ક્લેમ કર્યો હતો એને તેમાથી ૮૦ લાખ ડોલર મંજૂર થયા હતા. 

આ સમાચાર શેર કરો