મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

America/ ડાયરીમાં લખ્યો હતો 20 લોકોને મારવાનો પ્લાન; FBI એ 18 વર્ષીય ISIS શંકાસ્પદની ધરપકડ

અમેરિકામાં નવા વર્ષ (2026) ના જશન પહેલાં એક મોટી આતંકી સાજિશને નિષ્ફળ બનાવ

America/ ડાયરીમાં લખ્યો હતો 20 લોકોને મારવાનો પ્લાન;  FBI એ 18 વર્ષીય ISIS શંકાસ્પદની ધરપકડ

અમેરિકામાં નવા વર્ષ (2026) ના જશન પહેલાં એક મોટી આતંકી સાજિશને નિષ્ફળ બનાવવામાં આવી છે. ઉત્તર કેરોલિનાના મિન્ટ હિલના 18 વર્ષીય ક્રિશ્ચિયન સ્ટર્ડિવન્ટ (Christian Sturdivant) ની એફબીઆઈ (FBI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે આતંકી સંગઠન ISIS થી પ્રેરિત હતો અને ન્યૂ યર ઈવ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો.

ઘટનાની વિગતો અને આતંકી સાજિશ

  • કોણ છે આરોપી: 18 વર્ષનો ક્રિશ્ચિયન સ્ટર્ડિવન્ટ, જે મિન્ટ હિલ, નોર્થ કેરોલિનાનો રહેવાસી છે. તે સોશિયલ મીડિયા દ્વારા ISIS ની વિચારધારાથી પ્રભાવિત થયો હતો અને પોતાને આ સંગઠનનો ‘સોલ્જર’ ગણાવતો હતો.

  • ટાર્ગેટ: આરોપી મિન્ટ હિલમાં આવેલી એક કિરાણાની દુકાન (Grocery Store) અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ને ટાર્ગેટ બનાવવા માંગતો હતો. તે ન્યૂ યર ઈવના સમયે હુમલો કરવા માંગતો હતો કારણ કે તે સમયે ત્યાં ભીડ વધુ હોય છે.

  • તેની પાસેથી ‘ન્યૂ યર એટેક 2026’ નામની એક નોટબુક મળી આવી છે, જેમાં તેણે 20 થી વધુ લોકોને નિશાન બનાવવાની અને ત્યારબાદ પોલીસ પર હુમલો કરીને ‘શહીદ’ થવાની વિગતવાર યોજના લખી હતી.

તપાસ અને ધરપકડ

તેના ઘરે પાડવામાં આવેલા દરોડામાં તેના બેડ નીચેથી હથોડા, છરીઓ અને ટાર્ગેટ લિસ્ટ મળી આવ્યું હતું. તે હથિયારો ખરીદવાની અને ટેક્ટિકલ ગિયર (માસ્ક, ગ્લવ્સ વગેરે) મેળવવાની તૈયારીમાં હતો. એફબીઆઈના અન્ડરકવર એજન્ટોએ તેની પર નજર રાખી હતી. સ્ટર્ડિવન્ટ ઓનલાઇન જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો તે વાસ્તવમાં એક ગુપ્ત એજન્ટ હતો.  તપાસમાં જાણવા મળ્યું છે કે તે 2022 થી એજન્સીઓના રડાર પર હતો જ્યારે તેણે એક પાડોશી પર હથોડાથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જે તેના પરિવારે અટકાવ્યો હતો. 

સજાની જોગવાઈ

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર, તેના પર વિદેશી આતંકવાદી સંગઠનને ભૌતિક મદદ પૂરી પાડવાનો આરોપ છે. જો તે દોષિત સાબિત થાય છે, તો તેને 20 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સફળ ઓપરેશનને કારણે નવા વર્ષની ઉજવણી દરમિયાન થનારી એક મોટી જાનહાનિ ટળી ગઈ છે.

આ સમાચાર શેર કરો