યુરોપને ભરખી રહેલી આંદોલનની લહેર:ફ્રાન્સમાં સત્તામાં આવશે પરિવર્તન!

આંદોલનની એક નવી લહેરમાં, ફ્રાન્સ, બેલ્જિયમ, આયર્લેન્ડ અને સ્પેનના યુવાનો પોતાના જીવનને અસર કરતી ગંભીર સવાલો અને પડકારો સામે અવાજ ઉઠાવવા રસ્તા પર ઉતરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ફ્રાન્સની નિષ્ફળ શિક્ષણ પ્રણાલી, આયર્લેન્ડના ઉચ્ચ શિક્ષણમાં આવતા નાણાકીય અવરોધો, અને સ્પેનમાં મોંઘા ભાડાં જેને કારણે યુવાનો બીજા પર નિર્ભર રહેવા મજબૂર બને છે - જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહ્યા છે. આ આંદોલનો પેઢીગત ચિંતાઓને છતી કરે છે, જે સમગ્ર યુરોપમાં વ્યાપ્ત અનિશ્ચિતતાની ભાવના તરફ ઈશારો કરે છે.
ફ્રાન્સથી લઈને બેલ્જિયમ, આયર્લેન્ડથી સ્પેન સુધી - યુરોપના યુવાનો પોતાની હતાશા વ્યક્ત કરવા સતત રસ્તા પર આવી રહ્યા છે. ફ્રાન્સમાં, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વર્ગખંડોમાં અતિશય ભીડ, શિક્ષકોની અછત અને નિષ્ફળ શિક્ષણ પ્રણાલી સામે વિરોધ નોંધાવતા સેંકડો શાળાઓના દરવાજા બંધ (બ્લોકેડ) કરી દીધા છે. બેલ્જિયમમાં, વિદ્યાર્થીઓ શિક્ષણ સુધારાઓ અને બજેટ કાપનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ગયા અઠવાડિયે આયર્લેન્ડમાં હજારો યુવાનોએ કોલેજ, પરિવહન અને રવાના વધતા ખર્ચ સામે કૂચ કાઢી હતી.
સ્પેનની સ્થિતિ અલગ છે. ત્યાંનું આવાસ માટે આંદોલન વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલું નથી, પરંતુ યુવાનો જ આ કટોકટીનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે, જે સ્વતંત્ર રીતે પુખ્ત જીવન જીવવું દિવસેને દિવસે મુશ્કેલ બનાવી રહ્યું છે. આ તમામ અલગ-અલગ આંદોલનો છે, છતાં તે મળીને એક એવી પેઢીગત ચિંતાને ઉજાગર કરે છે જે કોઈ એક નીતિ કે નિયમ કરતાં પણ વધુ ઊંડી છે.
ગુસ્સા પાછળનું મુખ્ય કારણ શું છે તેનું સૌથી સ્પષ્ટ ચિત્ર ફ્રાન્સ આપે છે. સપ્ટેમ્બર મહિનામાં ખાસ કરીને વંચિત વિસ્તારોમાં શિક્ષકોની અછત અને શાળાઓની નબળી સ્થિતિને કારણે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. લગભગ ૫૯૦ જેટલી હાઈસ્કૂલો આનાથી પ્રભાવિત થઈ હતી. વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં અતિશય ભીડ, જર્જરીત ઈમારતો, શિક્ષકોની ગેરહાજરી અને થકવી નાખતી શાળાકીય દિનચર્યાથી નારાજ છે.
લ્જિયમના વિરોધ પ્રદર્શનોનો પાયો પણ આવો જ છે, જોકે તેનું તાત્કાલિક કારણ અલગ છે. ફ્રેન્ચ ભાષી બેલ્જિયમમાં વિદ્યાર્થીઓ એજ્યુકેશન રિફોર્મ્સ (શિક્ષણ સુધારાઓ) અને કાપ સામે વિરોધ કરી રહ્યા છે, જે ત્યાંની પ્રાદેશિક સરકારે પોતાની નાણાકીય સ્થિતિ સુધારવા માટે લાગુ કર્યા છે.
આયર્લેન્ડના વિદ્યાર્થી આંદોલનો આ સમસ્યાના આર્થિક પાસાને સ્પષ્ટપણે રજૂ કરે છે. ૧ ઓક્ટોબરે ડબલિનમાં હજારો કોલેજ વિદ્યાર્થીઓએ માર્ચ કાઢીને ઉચ્ચ શિક્ષણ અંગે પગલાં લેવાની માંગ કરી હતી, જેમાં રવાના ખર્ચ અને ટ્રાન્સપોર્ટ પણ તેમની મુખ્ય ચિંતાઓમાં સામેલ હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે માત્ર રહેઠાણનો ખર્ચ જ વર્ષે ૧૦,૦૦૦ (યુરો) સુધી પહોંચી શકે છે.
સ્પેનના પ્રદર્શનો મુખ્યત્વે વિદ્યાર્થીઓના પ્રદર્શનો નથી. સંસદે હાઉસિંગના ઉપાયો ફગાવી દીધા બાદ ૩ ઓક્ટોબરે લગભગ ૫૦ શહેરોમાં દસ-હજારો લોકોએ પ્રદર્શન કર્યું હતું,
આ પ્રદર્શનો એવી સરકારો પ્રત્યેનો અસંતોષ દર્શાવે છે કે જેમના વિશે યુવાનો માને છે કે તેઓ વર્ષોથી આ સમસ્યાઓ જાણતા હોવા છતાં તેનો ઉકેલ લાવ્યા નથી. એનો અર્થ એ નથી કે દરેક પ્રદર્શનકારીનો રાજકીય દ્રષ્ટિકોણ એક સરખો છે. કે પછી આ કોઈ સંગઠિત યુરોપીયન વિચારધારા છે.
વાસ્તવમાં, સરકારો પણ અસલી મર્યાદાઓનો સામનો કરી રહી છે. ફ્રાન્સ પાસે તેની ખાધ (Deficit) અને દેવાને કારણે નાણાકીય છૂટછાટ આપવાની ઓછી જગ્યા છે. બેલ્જિયમ નાણાકીય દબાણોનો સામનો કરતી વખતે ખર્ચમાં કાપ મૂકી રહ્યું છે. આયર્લેન્ડ પાસે અસાધારણ રીતે મજબૂત સરકારી નાણાકીય સ્થિતિ છે પરંતુ તેમ છતાં તે આવાસ અને મોંઘવારીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સ્પેને પૂરતા પ્રમાણમાં ઘરો બનાવવામાં સંઘર્ષ કરવો પડયો છે, જ્યારે તેની લઘુમતી સરકારને સંસદમાં કાયદા પસાર કરાવવામાં મુશ્કેલી પડે છે.








