મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બાંગ્લાદેશ: 50 ટકાથી વધુ કેન્દ્રો સંવેદનશીલ જાહેર, આવતીકાલે થશે મતદાન

બાંગ્લાદેશમાં આવતીકાલના રોજ 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂં

બાંગ્લાદેશ:  50 ટકાથી વધુ કેન્દ્રો સંવેદનશીલ જાહેર, આવતીકાલે થશે મતદાન

બાંગ્લાદેશમાં આવતીકાલના રોજ 12 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી 'કાંટે કી ટક્કર' બની રહેવાની છે. આ દરમિયાન 50 ટકાથી વધુ મતદાન કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયાં છે. અધિકારીઓ કહે છે કે, 90 ટકા કેન્દ્રો ઉપર સીસીટીવી તૈનાત કરાયા છે. ઢાકા તેમજ મહત્વનાં શહેરોમાં પોલીસને બોડી કેમેરા આપવામાં આવ્યા છે.

સજ્જડ સલામતી વ્યવસ્થા વચ્ચે થશે મતદાન

ચૂંટણી અધિકારી અબુલ ફઝલ મોહમ્મદ સતાઉલ્લાહે મંગળવારે મોડી રાત્રે પત્રકારોને કહ્યું હતું કે, સ્થાનિક સ્તરે સંવેદનશીલતાના આધારે સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્ય અધિકારીઓએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં હજી સુધીમાં ન જોવા મળી હોય તેવી સજ્જડ સલામતી વ્યવસ્થા રાખવામાં આવી છે.

24,000 કેન્દ્રો ઘણા કે મધ્યમ સંવેદનશીલ

ચૂંટણીપંચ આશા રાખે છે કે, મતદાન સમયે અને તે પછી પણ દેશમાં શાંતિ પ્રવર્તી રહે. ડી.જી.પી. બહારૂલ આલમે કહ્યું હતું કે, દેશમાં 43,000 મતદાન કેન્દ્રો પૈકી 24,000 કેન્દ્રો ઘણા કે મધ્યમ સંવેદનશીલ છે. ઢાકામાં 2131 કેન્દ્રો પૈકી 1614 સંવેદનશીલ જાહેર કરાયાં છે. દેશના કુલ 300 મતવિસ્તારો પૈકી શેરપુર-3ના ઉમેદવારનું નિધન થતાં 299 મત વિસ્તારોમાં ચૂંટણી થશે.

આ વખતે ખરેખરી સ્પર્ધા બે પાર્ટી વચ્ચે

આ વખતની ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી આગળ રહી છે. એક સમયે તેનો સાથી પક્ષ હતો તે જમાત-એ-ઈસ્લામી હવે તેનાથી છૂટો પડી ગયો છે. તેટલું જ નહીં પરંતુ આ વખતે ખરેખરી સ્પર્ધા બીએનપી અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે જ થઈ રહી છે. બીએનપીના નેતા વડાપ્રધાન પદના દાવેદાર છે.

સવારના 7.30થી સાંજના 4.30 સુધી મતદાન

આવતીકાલ સવારના 7.30 વાગ્યાથી સાંજના 4.30 સુધી મતદાન થશે. 4.30 સુધીમાં જેઓ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હશે તેમને પણ મત આપવા દેવામાં આવશે.

આ સમાચાર શેર કરો