Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 3 injured in random shooting at day care center in Thailand

થાઈલેન્ડમાં ડે કેર સેન્ટરમાં પહેલા બાળકો- શિક્ષકોને બંધક બનાવ્યા, અંધાધૂંધ ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 11 Feb 2026
લાઇવ ટીવીGoogle News
થાઈલેન્ડમાં ડે કેર સેન્ટરમાં પહેલા બાળકો- શિક્ષકોને બંધક બનાવ્યા, અંધાધૂંધ ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત
સોર્સ : GOOGLE

દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇમાં એક 18 વર્ષીય વ્યક્તિએ શાળામાં ગોળીબાર કર્યો છે, સોંગખલા પ્રાંતની એક શાળામાં 18 વર્ષીય બંદૂકધારી યુવક શાળામાં બંદૂક લઈને પહોંચ્યો હતો. જ્યાં તેને બહેનને સજા આપનાર શિક્ષકને શોધવા એમ-4 ગનથી ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક મહિલા કર્મચારીને બંધક બનાવી લીધી હતી.

App Store

દક્ષિણ થાઇલેન્ડના સોંગખલા પ્રાંતમાં બુધવારે એક બંદૂકધારીએ એક શાળામાં ગોળીબાર કર્યો હતો, જેમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ લોકો ઘાયલ થયા છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે બંદૂકધારીની અટકાયત કરવામાં આવી છે અને તેણે જે બંધકોને રાખ્યા હતા તે બધાને મુક્ત કરવામાં આવ્યા છે. પ્રાંતીય વહીવટીતંત્રે અગાઉ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે 18 વર્ષનો એક વ્યક્તિ હાટ યાઈ શહેરની પટોંગપ્રથંકીરીવાટ શાળામાં ઘૂસી ગયો હતો અને ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બંધક બનાવ્યા હતા.