મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્યારે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત? આ ખેલાડીઓનો થઇ શકે સમાવેશ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ખતમ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 મેચની ટી-20 અને

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્યારે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત? આ ખેલાડીઓનો થઇ શકે સમાવેશ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ખતમ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 મેચની ટી-20 અને 3 મેચની વન ડે સિરીઝ રમશે. ભારતને 1-3થી હરાવતા ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે કરી છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સ્ટાર ખેલાડીઓના આંતરરાષ્ટ્રીય ટીમમાં રહેવા પર સવાલ ઉભા થયા છે. આ વચ્ચે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત થઇ શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે 12 જાન્યુઆરી પહેલા કરવી પડશે ટીમ જાહેર

ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ સિરીઝ માટે જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ જાહેરાત કરી છે. રિપોર્ટ અનુસાર, ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ 8 ટીમોએ 12 જાન્યુઆરી સુધી ટીમ જાહેર કરવાની છે. ચર્ચા એવી પણ છે કે ભારત 11 જાન્યુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે. ચીફ સિલેક્ટર, કેપ્ટન અને કોચ વચ્ચે પણ આ મામલે વાત થઇ હોય કારણ કે આ તમામ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ દરમિયાન એક સાથે હતા.

પાકિસ્તાન અને UAEમાં રમાશે ચેમ્પિયન્સ ટ્રોફી

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમ વચ્ચે કૂલ 15 મેચ હશે. આ પાકિસ્તાન અને દૂબઇમાં હાઇબ્રિડ મૉડલ અનુસાર રમાશે. પાકિસ્તાનમાં રાવલપિંડી, લાહોર અને કરાચી 3 વેન્યૂ છે. જ્યારે લાહોરમાં બીજી સેમિ ફાઇનલ રમાશે. જો ભારત ફાઇનલ માટે ક્વોલિફાય નથી કરતું તો 9 માર્ચે ફાઇનલ મેચ લાહોરમાં રમાશે. બીજી સેમિ ફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: BGT / ખરાબ બેટિંગથી લઈને કેપ્ટનશિપ સુધી, જાણો ઓસ્ટ્રેલિયામાં ભારતની હારના 5 કારણો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતનો કાર્યક્રમ

ભારત ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ રમશે જ્યારે 23 ફેબ્રુઆરીએ દુબઇમાં પાકિસ્તાન સામે મહામુકાબલો રમાશે. ભારતની અંતિમ લીગ મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે તમામ 8 ટીમ

ગ્રુપ-A: પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ-B: દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની સંભવિત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટ કીપર),હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ/ અક્ષર પટેલ

આ સમાચાર શેર કરો