IND vs NZ / અર્શદીપ સિંહને બહાર થયો તો કોણ લેશે તેનું સ્થાન, આ 3 ખેલાડીઓ છે દાવેદાર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20Iની અંતિમ ઓવરમાં ખભામાં ઈજા થઈ હતી. આ કારણે અર્શદીપ સિંહને ચોથી મેચમાં બેટિંગ કરતી વખતે રિટાયર્ડ હર્ટ થઈને બહાર જવું પડ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અર્શદીપ સિંહ હવે પાંચમી T20Iમાં રમતો નહીં જોવા મળે. તે ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20I સિરીઝમાંથી પણ બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ ત્રણ યુવા ફાસ્ટ બોલર્સ તેનું સ્થાન લઈ શકે છે.
યશ ઠાકુર
ફાસ્ટ બોલર યશ ઠાકુરને અર્શદીપ સિંહની જગ્યાએ તક મળી શકે છે. જ્યારે હર્ષિત રાણા ઈજાને કારણે એશિયન ગેમ્સ 2026માંથી બહાર થઈ ગયો હતો, ત્યારે તેના સ્થાને યશ ઠાકુરને તક આપવામાં આવી હતી. હવે જો અર્શદીપ સિંહને ન્યુઝીલેન્ડ સામેની T20I સિરીઝમાંથી બહાર કરવામાં આવે છે, તો યશ ઠાકુર તેની જગ્યાએ ટીમમાં સ્થાન મેળવી શકે છે. યશ ઠાકુરે ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું, જ્યાં તેણે ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કર્યું હતું. યશ ઠાકુર પાવરપ્લેમાં બોલિંગ કરીને વિકેટ કેવી રીતે લેવી તે પણ જાણે છે. તે ડેથ ઓવર્સમાં પણ બોલિંગ કરી શકે છે.
અરશદ ખાન
ઉભરતા ફાસ્ટ બોલર અરશદ ખાનને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી શકે છે. તાજેતરમાં, અરશદને ઓસ્ટ્રેલિયા સામે ઈન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું. હવે તેને તેનો ફાયદો થઈ શકે છે. અરશદ ખાન ડેથ ઓવર્સમાં ખૂબ અસરકારક સાબિત થાય છે. જો અર્શદીપ સિંહને ડ્રોપ કરવામાં આવે છે, તો તે T20 ટીમમાં પ્રવેશ મેળવી શકે છે. જોકે અરશદ ખાન હાલમાં આ રેસમાં યશથી પાછળ છે, ભારતીય પસંદગીકારો આ ખેલાડીમાં ખૂબ વિશ્વાસ બતાવી રહ્યા છે. અરશદ ખાને પણ IPL 2026માં સારું પ્રદર્શન કર્યું હતું.
ગુરજપનીત સિંહ
સ્ટાર ફાસ્ટ બોલર ગુરજપનીત સિંહે IPL 2026માં પોતાને સાબિત કર્યો હતો. તેની ઊંચાઈ પણ તેને સારો ઉછાળો અપાવે છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટ તેના પર વિશ્વાસ કરી શકે છે. ગુરજપનીત સિંહે T20 ફોર્મેટમાં અશાનદાર સારું પ્રદર્શન કર્યું છે, જેના કારણે ભારતીય પસંદગીકારોએ તેને ઈન્ડિયા A ટીમમાં તક આપી. તેણે ઈન્ડિયા A માટે પણ સારું પ્રદર્શન કર્યું, જેનો ફાયદો ગુરજપનીત સિંહને મળી શકે છે.






