મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ, આ મામલામાં બન્યો નંબર-1 ભારતીય બેટ્સમેન

અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ, આ મામલામાં બન્યો નંબર-1 ભારતીય બેટ્સમેન
તસવીર: GSTV

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની T20I સિરીઝની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાને 24 રનથી હારનો સામનો કરવો પડ્યો. 248 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ભારત 223 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા હતી, પરંતુ તેનું બેટિંગ પ્રદર્શન અપેક્ષાઓ પર ખરું ન ઉતર્યું, તેણે 24 બોલમાં 29 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, અભિષેકે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તે હવે T20Iમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી બન્યો, તેણે ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો છે.

અભિષેક શર્માએ સૂર્યાનો ચાર વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ટીમ ઈન્ડિયા માટે T20Iમાં ડેબ્યુ કર્યા પછી અભિષેક શર્માએ સતત શાનદાર પ્રદર્શન કર્યું છે, ઓપનર તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. અભિષેકે છેલ્લા બે વર્ષમાં શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું છે અને 2026માં તેણે 33 T20Iમાં 33 ઈનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં 29.68ની એવરેજથી 950 રન બનાવ્યા છે અને 69 છગ્ગા ફટકાર્યા છે. આ સાથે અભિષેક શર્મા T20Iમાં ટીમ ઈન્ડિયા માટે એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. તેણે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો, જેણે 2022માં 31 T20I માં કુલ 68 છગ્ગા ફટકાર્યા હતા.

એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા મારનારા ભારતીય ખેલાડીઓ

  • અભિષેક શર્મા - 69 છગ્ગા (2026)
  • સૂર્યકુમાર યાદવ - 68 છગ્ગા (2022)
  • અભિષેક શર્મા - 54 છગ્ગા (2024)
  • ઈશાન કિશન - 53 છગ્ગા (2026)
  • સંજુ સેમસન - 44 છગ્ગા (2026)

અભિષેક શર્મા ફુલ મેમ્બર્સ ટીમ માટે નંબર-1 ખેલાડી પણ બન્યો

અભિષેક શર્મા T20I મેચોમાં એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ફૂલ મેમ્બર્સ ટીમના ખેલાડી તરીકે પણ નંબર 1 પ્લેયર બન્યો છે, અહીં પણ તેણે સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે.

આ સમાચાર શેર કરો