મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

યુવરાજ સિંહે કર્યો ખુલાસો, દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા પહેલા સૌરવ ગાંગુલી સાથે કરી હતી વાત

યુવરાજ સિંહે કર્યો ખુલાસો, દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયા પહેલા સૌરવ ગાંગુલી સાથે કરી હતી વાત
તસવીર: GSTV

યુવરાજ સિંહે ખુલાસો કર્યો કે સૌરવ ગાંગુલીએ સૌપ્રથમ તેને દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચ બનવા માટે વિનંતી કરી હતી. ગાંગુલી, જે અગાઉ દિલ્હીના ક્રિકેટ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યો છે, તેને IPL 2027 માટે ફ્રેન્ચાઈઝીનો હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. દિલ્હી એવી ટીમોમાંની એક છે જેણે હજુ સુધી ટાઈટલનથી જીત્યું. બંને દિગ્ગજ ટીમનું માર્ગદર્શન કરશે, જેમણે ભારત માટે ઘણી યાદગાર મેચો સાથે રમી છે.

યુવરાજ સિંહે 2000માં આંતરરાષ્ટ્રીય સ્તરે ડેબ્યુ કર્યું હતું, જ્યારે સૌરવ ગાંગુલી કેપ્ટન હતો. તેઓ ઘણા વર્ષો સુધી ભારત માટે સાથે રમ્યા, યાદગાર મેચો અને સિરીઝ જીતી. બંનેએ ભારતની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ગાંગુલી, જે ઘણા વર્ષોથી ફ્રેન્ચાઈઝી સાથે વિવિધ ભૂમિકાઓમાં સંકળાયેલા છે, તે ભારતની સફળતામાં મુખ્ય ખેલાડી રહ્યો છે. ગાંગુલી IPL 2027 માટે દિલ્હીનો હેડ કોચ બન્યો છે, તે ફ્રેન્ચાઈઝી સાથે ઘન વર્ષો સુધી અલગ અલગ ભૂમિકામાં જોડાયેલો રહ્યો છે. યુવીએ દિલ્હી માટે એક સિઝન રમી છે. 2015માં તેણે દિલ્હી માટે 14 મેચોમાં 248 રન બનાવ્યા હતા.

યુવરાજ સિંહે શું કહ્યું?

દિલ્હી કેપિટલ્સે યુવરાજ સિંહનો એક વીડિયો શેર કર્યો, જેમાં યુવરાજે કહ્યું, "સૌરવ ગાંગુલીએ મને પૂછ્યું, શું તું મારો આસિસ્ટન્ટ બનીશ? મેં કહ્યું, હું છેલ્લા 25 વર્ષથી તમારો આસિસ્ટન્ટ છું, તેથી હું તે કરવાનું ચાલુ રાખીશ." યુવરાજે ઘણા ખેલાડીઓને તૈયારી કરવામાં મદદ કરી છે, જેમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ બે અગ્રણી નામો છે. ગિલ ટેસ્ટ અને ODI ટીમનો કેપ્ટન છે અને અભિષેકે T20 ક્રિકેટમાં પોતાને સ્થાપિત કર્યો છે.

યુવરાજે આગળ કહ્યું, "હું કોચ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. હું છેલ્લા 3-4 વર્ષથી તેના માટે મારી જાતને તૈયાર કરી રહ્યો છું. મેં વ્યક્તિગત ખેલાડીઓ સાથે કામ કર્યું છે, પરંતુ હવે આખી ટીમ સાથે સંકળાયેલો રહેવું એક અલગ અનુભવ હશે અને હું તેના માટે ઉત્સાહિત છું."

યુવરાજ સિંહે ગાંગુલીના વખાણમાં શું કહ્યું?

યુવરાજ સિંહે સૌરવ ગાંગુલીની પ્રશંસા કરતા કહ્યું, "મેં તેમની પાસેથી શીખ્યું કે ટીમનું સારું વાતાવરણ કેવી રીતે જાળવી રાખવું. મેં તેમની કેપ્ટનશિપ હેઠળ ડેબ્યુ કર્યું અને તેમણે અમને એકતામાં રાખ્યા. તેમણે અમને બતાવ્યું કે આપણે બહાર પણ જીતી શકીએ છીએ અને અમારામાં એવી ભાવના જગાડી કે આપણે એક મહાન ટીમ બની શકીએ છીએ. પસંદગી પ્રક્રિયાને સમજવામાં મને મદદ કરવાનું હોય કે માર્ગદર્શન આપવાનું હોય, તેમણે મને મોટા ભાઈની જેમ મદદ કરી છે."

આ સમાચાર શેર કરો