મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BGT / ખરાબ બેટિંગથી લઈને કેપ્ટનશિપ સુધી, જાણો ઓસ્ટ્રેલિયામાં ભારતની હારના 5 કારણો

બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. 5 મેચની આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 3-1થી હ

BGT / ખરાબ બેટિંગથી લઈને કેપ્ટનશિપ સુધી, જાણો ઓસ્ટ્રેલિયામાં ભારતની હારના 5 કારણો

બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. 5 મેચની આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 3-1થી હરાવ્યું હતું. આ સાથે કાંગારૂ ટીમે WTC 2025ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ ભારતીય ટીમ સતત ત્રીજી વખત ફાઈનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતની હારનું કારણ શું હતું.

આ પણ વાંચો: સિડનીમાં હાર બાદ કોચ ગૌતમ ગંભીરે રોહિત-વિરાટની નિવૃત્તિ પર આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ખરાબ બેટિંગ

બોર્ડર ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારતીય બેટ્સમેને કંઈ ખાસ પ્રદર્શન નહતું કર્યું. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ પણ નિષ્ફળ ગયા. રોહિતે 3 મેચની 5 ઈનિંગ્સમાં 31 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 5 મેચની 9 ઈનિંગ્સમાં 190 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી પણ ફટકારી હતી. આ સિવાય રિષભ પંતે 255 રન, કેએલ રાહુલે 276 રન અને નીતિશ રેડ્ડીએ 5 મેચમાં 298 રન બનાવ્યા હતા.

ખરાબ કેપ્ટનશિપ

જસપ્રીત બુમરાહે 5 મેચની સિરીઝની પ્રથમ અને છેલ્લી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી. આ સિવાય રોહિત શર્માએ 3 ટેસ્ટમાં ટીમનું કપ્તાની કરી હતી. આખી સિરીઝમાં પ્રથમ ટેસ્ટ સિવાય ભારત તરફથી નબળી કેપ્ટન્સી જોવા મળી હતી. પ્લેઈંગ ઈલેવનમાં પણ યોગ્ય પસંદગી નહતી કરવામાં આવી. બેટિંગ ક્રમમાં સતત ફેરફાર કરવામાં આવ્યા હતા. આ સિવાય કેટલા સ્પિનરો અને ફાસ્ટ બોલરો સાથે જવું તે પણ સ્પષ્ટ નહતું. ભારતીય કેપ્ટન પિચને વાંચવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો.

બુમરાહ એકલો પડી  ગયો

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સમગ્ર સિરીઝમાં શાનદાર બોલિંગ કરી હતી. તે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. તેણે 5 મેચમાં 32 વિકેટ લીધી હતી. જોકે, બુમરાહને અન્ય ભારતીય બોલરોનો સાથ નહતો મળ્યો. સિરાજે 20, પ્રસિદ્ધ કૃષ્ણાએ 6, આકાશદીપ-નીતીશ રેડ્ડીએ 5-5 અને રવિન્દ્ર જાડેજા-હર્ષિત રાણાએ 4-4 વિકેટ લીધી હતી.

યુનિટ તરીકે પર્ફોર્મ ન કરી શક્યા

ભારતીય ટીમ એક યુનિટ તરીકે પરફોર્મ ન કરી શકી. કેટલીક મેચોમાં એક ખેલાડીએ રન બનાવ્યા, તો બીજી મેચમાં અન્ય ખેલાડીએ રન બનાવ્યા. આવી સ્થિતિમાં ટીમ એક યુનિટ તરીકે પરફોર્મ ન કરી શકી. યશસ્વી જયસ્વાલ (161) અને વિરાટ કોહલી (100) એ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

બીજી ટેસ્ટમાં બુમરાહ અને સિરાજે 4-4 વિકેટ લીધી હતી. ત્રીજી ટેસ્ટમાં કેએલ રાહુલ (84) અને રવિન્દ્ર જાડેજા (77)એ અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત બુમરાહે 6 વિકેટ લીધી હતી. ચોથી ટેસ્ટમાં નીતીશ રેડ્ડીએ 114 રન અને યશસ્વી જયસ્વાલે 84 રનની ઈનિંગ રમી હતી. રિષભ પંત (61) એ છેલ્લી ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી.

બેકઅપ પ્લાનનો અભાવ

પ્રથમ ટેસ્ટ સિવાય અન્ય 4 મેચમાં ભારતીય ટીમ એક્શનથી બહાર જોવા મળી હતી. ટીમ મેચ દરમિયાન તેની યોજનાનો અમલ કરવામાં નિષ્ફળ રહી. એટલું જ નહીં, ટીમ પાસે બેકઅપ પ્લાનનો પણ અભાવ હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમને હારમાંથી બહાર આવવાની તક પણ નથી મળી.

આ સમાચાર શેર કરો