13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જાણો કોણ છે યુવા ક્રિકેટર
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL મેગા ઓક્શનનો બીજો દિવસ ચાલી રહ્યો છે. જેમાં આજે બિહારના

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL મેગા ઓક્શનનો બીજો દિવસ ચાલી રહ્યો છે. જેમાં આજે બિહારના 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને રાજસ્થાને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સાથે તે આઈપીએલ ઇતિહાસનો સૌથી યુવા મોંઘો ખેલાડી બની ગયો છે.
પહેલીવાર IPLમાં રમતો જોવા મળશે
બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુરના રહેવાસી 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ડાબોડી બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની બેઝ પ્રાઈસ 30 લાખ હતી. તે પહેલીવાર IPLમાં રમતા જોવા મળશે.
આ પણ વાંચો: રિષભ પંત, IPL ઓક્શનઃ લખનઉ ટીમના માલિકે પંતને 27 કરોડ રૂપિયા આપ્યાનો અફસોસ!
અંડર-19 ટીમમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી
વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં ભારતની અંડર-19 ટીમમાં રમ્યો હતો. જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા A સામે શાનદાર સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીએ માત્ર 62 બોલમાં 104 રનની ઇનિંગ રમી હતી.
કોણ છે વૈભવ સૂર્યવંશી
વૈભવ સૂર્યવંશી IPL ઓક્શનમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી હતો. આ ઓક્શનમાં કરોડપતિ બનનાર સૌથી યુવા ખેલાડી પણ છે. વૈભવ સૂર્યવંશીની ક્રિકેટ સફર પ્રેરણાદાયી રહી છે. તેનો જન્મ બિહારના તાજપુર ગામમાં થયો હતો, અને ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ પ્રત્યેનો તેનો પ્રેમ અને જુસ્સો સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો.
પિતાએ પુત્રને આપ્યો સાથ
માત્ર ચાર વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કરનાર વૈભવે પોતાની મહેનતથી ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી હતી. તેના ખેડૂત પિતા સંજીવ સૂર્યવંશી તેમના પુત્રના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને ઓળખતા અને સમર્થન આપતા હતા. પરિણામે પોતાના ઘરની પાછળ એક નાનકડું રમતનું મેદાન બનાવ્યું જ્યાં વૈભવ રોજ પ્રેક્ટિસ કરતો.








