મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રિષભ પંત, IPL ઓક્શનઃ લખનઉ ટીમના માલિકે પંતને 27 કરોડ રૂપિયા આપ્યાનો અફસોસ!

ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છ

રિષભ પંત, IPL ઓક્શનઃ લખનઉ ટીમના માલિકે પંતને 27 કરોડ રૂપિયા આપ્યાનો અફસોસ!

ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જો કે, પંતને પસંદ કરીને પાછળથી લખનઉ ફ્રેન્ચાઇઝના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું કે થોડા વધુ પૈસા ખર્ચવામાં આવ્યા છે.

આઈ.પી.એલ 2025 સીઝનનું 2 દિવસીય મેગા ઓક્શન સાઉદી અરબના જેદ્દામાં ચાલી રહ્યું છે. આજે બીજા અને અંતિમ દિવસની હરાજી પણ શરુ થઈ ગઈ છે. પહેલા દિવસે 3 ખેલાડીઓ પર એટલા બધા પૈસા વરસ્યા કે આઈપીએલ ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટી ગયા. આ ત્રણેય પ્લેયરમાં વિકેટકીપર ઋષભ પંત, મિટલ ઓર્ડર અને બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઓલરાઉંડર વેંકટેશ ઐયરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : IPL Auctionના બીજા દિવસે ભારતીય બોલરોનો દબદબો, ભૂવનેશ્વર-દીપક ચહરને મળ્યા કરોડો

પંતને સુપર જાયન્ટ્સ (LSG) ને 27 કરોડની બોલી લગાવીને ખરીદવામાં આવ્યો. આ રીતે પંત આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બની ગયો છે. જો કે પંતને લીધા પછી લખનઉ ફ્રેંચાઈઝના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું કે થોડા વધારે પૈસા ખર્ચ થઈ ગયા. તેમણે જેટલા પૈસા વિચાર્યા હતા તેનાથી વધારે ખર્ચ કરવા પડ્યા.

ખરેખરમાં મામલો એવી રીતે બન્યો કે હરાજી દરમિયાન ઋષભ પંત માટે લખનઉની ટીમે 20.75 કરોડ રુપિયાની બોલી લગાવી હતી. અહિંયા દિલ્હી કેપિટલ્સે(DC) પંતને પાછો લાવવા માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

દિલ્હીના RTM પછી લખનઉનો મામલો ગડબડાયો

અહિંયા પંતને પોતાની ટીમમાં સામેલ કરવા માટે લખનઉ ફ્રેંચાઈઝે 6.25 કરોડ વધારીને પંતની બોલી સીધી 27 કરોડ કરી દીધી. હરાજી પછી મીડિયા સાથે વાત કરતા ગોએન્કાએ કહ્યું કે તેમણે પંતને થોડા વધારે પૈસા આપી દીધા. સંજીવે કહ્યું કે, આ અમારી યોજનાનો ભાગ હતો, તે અમારી યાદીમાં હતો. અમે તેના માટે 26 કરોડ રુપિયા રાખ્યા હતા. પરંતુ 27 કરોડથી થોડા વધી ગયા પણ અમને ખુશી છે કે પંતને લઈ લીધો. તે ગજબનો ખિલાડી, ટીમ મેન અને મેચ વિજેતા છે. તેનો લખનઉનો હિસ્સો બનવાથી તમામ ચાહકો ખુશ થવા જોઈએ

આ સમાચાર શેર કરો