ઝિમ્બાબ્વેની પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય અમ્પાયરનું 36 વર્ષની વયે અવસાન, ક્રિકેટ જગતમાં શોક છવાયો

ઝિમ્બાબ્વેની ભૂતપૂર્વ મહિલા ફાસ્ટ બોલર અને અમ્પાયર સારાહ ડેમબાનેવાનાનું 36 વર્ષની વયે અવસાન થયું છે. ઝિમ્બાબ્વે ક્રિકેટે જાહેરાત કરી કે તેણે 12 ઓક્ટોબરે મહિનાઓની હોસ્પિટલમાં સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા.
તે 2009થી 2014 સુધી ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમની સભ્ય હતી. ત્યારબાદ તેણે અમ્પાયરિંગમાં પ્રવેશ કર્યો, આંતરરાષ્ટ્રીય સ્તરે અમ્પાયરિંગ કર્યું અને ઈતિહાસ રચ્યો.
આવી રીતે કરી હતી શરૂઆત
સારાએ સપ્ટેમ્બર 2023માં તેની આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. અગાઉ, તેને અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં અમ્પાયરિંગ માટે પસંદ કરવામાં આવી હતી, જે તેના દેશની પ્રથમ મહિલા બની હતી. તેણે 2024 માં UAE માં રમાયેલા મહિલા T20 વર્લ્ડ કપમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું, તે આવુંકરનાર દેશની પ્રથમ મહિલા બની હતી. તેણે ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત 2025 ODI વર્લ્ડ કપમાં પણ અમ્પાયરિંગ કર્યું હતું. તે પહેલી ઓલ-મહિલા પેનલનો ભાગ હતી.
તેણે કુલ 63 સિનિયર આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે, જેમાં 42 મહિલા T20 આંતરરાષ્ટ્રીય, 11 મહિલા ODI અને 10 પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે.
ઘરેલુ ક્રિકેટમાં કામ
અમ્પાયર બનતા પહેલા સારાએ તેના દેશના ઘરેલુ ક્રિકેટને સુધારવામાં ફાળો આપ્યો હતો. તે 2011ના વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં ઝિમ્બાબ્વે ટીમની સભ્ય હતી. તે 2022માં ICC ડેવલપમેન્ટ પેનલ ઓફ અમ્પાયર્સનો ભાગ હતી.








