IPL Auctionના બીજા દિવસે ભારતીય બોલરોનો દબદબો, ઉમરાન મલિક KKRમાં
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL Auction 2025 ચાલી રહ્યું છે. IPL ઓક્શનનો પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ 132 સ્લોટ બાકી છે.

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL Auction 2025 ચાલી રહ્યું છે. IPL ઓક્શનનો પ્રથમ દિવસ પૂર્ણ થયા બાદ 132 સ્લોટ બાકી છે. આ સ્લોટ ભરવા માટે તમામ ટીમ પાસે 173.55 કરોડ રૂપિયાની રકમ બાકી છે, જેના કારણે પંતનો રેકોર્ડ પણ તૂટી શકે છે.
આ ખેલાડી બીજા દિવસે રહ્યાં UNSOLD
કેન વિલિયમસન, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, ડેરેલ મિશેલ,એલેક્સ કેરી,કેશવ મહારાજ, આદિલ રાશિદ, અકીલ હુસેન, શાર્દુલ ઠાકુર, સરફરાજ ખાનને કોઇ ખરીદદાર ના મળ્યા.
કૃણાલ પંડ્યાને ખરીદવા માટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બોલી લાગી હતી. અંતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ કૃણાલ પંડ્યાને 5.75 કરોડમાં ખરીદ્યો હતો.
કઇ ટીમે ક્યા ખેલાડીને ખરીદ્યો
ખેલાડીનું નામ |
કઇ ટીમે ખરીદ્યો |
કેટલામાં ખરીદ્યો |
| રોવમેન પોવેલ | કોલકાતા નાઇટ રાઇડર્સ | 1.50 કરોડ |
| ફાફ ડુ પ્લેસિસ | દિલ્હી કેપિટલ્સ | 2 કરોડ |
| સેમ કર્રન | ચેન્નાઇ સુપરકિંગ્સ | 2.40 કરોડ |
| માર્કો યાનસેન | પંજાબ કિંગ્સ | 7 કરોડ |
| કૃણાલ પંડ્યા | રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ | 5.75 કરોડ |
| નીતિશ રાણા | રાજસ્થાન રોયલ્સ | 4.20 કરોડ |
| રાયન રિકલ્ટન | મુંબઇ ઇન્ડિયન્સ | 1 કરોડ |
| જોશ ઇંગ્લિસ | પંજાબ કિંગ્સ | 2.60 કરોડ |
| તુષાર દેશપાંડે | રાજસ્થાન રોયલ્સ | 6.50 કરોડ |
| ગેરાલ્ડ કોએત્ઝી | ગુજરાત ટાઇટન્સ | 2.40 કરોડ |
| ભૂવનેશ્વર કુમાર | રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ | 10.75 કરોડ |
| મુકેશ કુમાર | દિલ્હી કેપિટલ્સ (RTM) | 8 કરોડ |
| દીપક ચહર | મુંબઇ ઇન્ડિયન્સ | 9.25 કરોડ |
| આકાશદીપ | લખનૌ સુપરજાયન્ટ્સ | 8 કરોડ |
| લોકી ફર્ગ્યુસન | પંજાબ કિંગ્સ | 2 કરોડ |
| અલ્લાહ ગજનફર | મુંબઇ ઇન્ડિયન્સ | 4.80 કરોડ |
| સાઈ કિશોર | ગુજરાત ટાઈટન્સ | 2 કરોડ |
| રોમારિયો શેફર્ડ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ | 1.50 કરોડ |
| ઈશાત શર્મા | ગુજરાત ટાઈટન્સ | 75 લાખ |
| સ્પેન્સર જોન્સન | કોલકાતા નાઈટ રાઈડર્સ | 2.80 કરોડ |
| જયદેવ ઉનડક્ટ | સનરાઈઝ હૈદરાબાદ | 1 કરોડ |
| ગુરજપનીત સિંઘ | ચેન્નાઈ સુપર કિંગ્સ | 2.20 કરોડ |
| મિચેલ સેન્ટનર | મુંબઈ ઈન્ડિયન્સ | 2 કરોડ |
| કુલદિપ સેન | પંજાબ કિંગ્સ | 80 લાખ |
| પ્રિયાંશ આર્ય | પંજાબ કિંગ્સ | 3.80 કરોડ |
| જેકબ બેથેલ | રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ | 2.60 કરોડ |
IPL Auctionના પ્રથમ દિવસે 72 ખેલાડી પાછળ 469.95 કરોડ ખર્ચાયા
સાઉદી અરેબિયામાં યોજાયેલી IPLની બે દિવસીય હરાજીના પ્રથમ દિવસે રિષભ પંત સહિતના કૂલ 72 ક્રિકેટરોને ખરીદદાર મળ્યા હતા. 72 ખેલાડી પાછળ IPL ફ્રેન્ચાઇઝીએ 469.95 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
આ પણ વાંચો: IPL AUCTION 2025માં 10 ખેલાડીઓ પર થયો પૈસાનો વરસાદ, પંત-અય્યર સૌથી મોંઘા ખેલાડી
રિષભ પંત-અય્યર સૌથી મોંઘા ખેલાડી
IPL Auction 2025માં રિષભ પંત (27 કરોડ, LSG) અને શ્રેયસ અય્યર (26.75 કરોડ, Punjab Kings) સૌથી મોંઘા ખેલાડી રહ્યાં હતા. આ સિવાય વેંકટેશ અય્યર (23.75 કરોડ, KKR), અર્શદીપ સિંહ (18 કરોડ, Punjab Kings), યુઝવેન્દ્ર ચહલ (18 કરોડ, Punjab Kings) સૌથી મોંઘા ખેલાડી રહ્યાં હતા.
વોર્નર સહિતના ખેલાડી અનસોલ્ડ રહ્યાં બાદ કોઇ ટીમ ખરીદે તેવી આશા છે. ઓસ્ટ્રેલિયાના ધુરંધર ઓપનર ડેવિડ વોર્નરની સાથે ભારતીય બેટ્સમેન પડ્ડિકલ અને ઇંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરિસ્ટોને પહેલા દિવસે કોઇ ખરીદદાર મળ્યો નહતો. બીજા દિવસે આ ખેલાડીઓને કોઇ ટીમ ખરીદે તેવી આશા છે.








