શું ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? લેવાયો આ નિર્ણય!
એક તરફ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે. બીજી તરફ એક રિપોર્ટ પ્રમાણે ભારતીય

એક તરફ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે. બીજી તરફ એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(BCCI)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ઝટકો આપ્યો છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે નહીં. તેની તમામ મેચ દુબઈમાં રમી શકે છે. જોકે, આ મામલે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમ આગામી વર્ષે રમાનારી ચેમ્પિયન ટ્રોફી રમવા માટે પાકિસ્તાન જશે નહીં. હાલમાં બીસીસીઆઈએ પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ સાથે આ મામલે વાતચીત કરી હતી. જેમાં બીસીસીઆઈએ સુરક્ષાનું કારણ આગળ ધર્યું છે. ભારતની વિદેશ મંત્રી એસ જયશંકર તાજેતરમાં જ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. પરિણામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એવી આશા હતી કે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી રમવા પાકિસ્તાન આવશે પરંતુ એક રિપોર્ટ પ્રમાણે ભારતે ધસીને પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી છે. તેની તમામ મેચ દુબઈમાં રમી શકે છે.
આ પણ વાંચો: IND vs SA / આજથી સાઉથ આફ્રિકા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ
પીસીબીએ બીસીસીઆઈને મનાવવાનો ઘણા ધમપછાડા કર્યા
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતને મનાવવા ઘણા ધમપછાડા કર્યા હતા પરંતુ તે બધા નિષ્ફળ ગયા છે. પીસીબીએ એવો પણ પ્રસ્તાવ મૂક્યો હતો કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનમાં મેચ રમીને ભારત પરત ફરવું જોઈએ. પરંતુ બીસીસીઆઈએ સુરક્ષાનું કારણ આપીને તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા હતા.
ટીમ ઈન્ડિયા દુબઈમાં રમી શકે છે મેચ
ટીમ ઈન્ડિયા તેની તમામ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દુબઈમાં રમી શકે છે. અગાઉ શ્રીલંકા વિશે પણ ચર્ચા થઈ હતી. પરંતુ બીસીસીઆઈએ દુબઈનો પ્રસ્તાવ મૂક્યો છે. પરિણામે હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલમાં યોજવામાં આવી શકે છે.








