IND vs SA / આજથી સાઉથ આફ્રિકા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા, ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ
ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 4 T20 મેચોની સિરીઝ

ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 4 T20 મેચોની સિરીઝ રમવાની છે. આ સિરીઝ આજથી એટલે કે 8 નવેમ્બરથી શરૂ થશે. તાજેતરમાં જ ન્યુઝીલેન્ડે ભારતને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું.
આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો આ વખતે થઈ જશે ખતમ, વર્લ્ડકપ વિજેતા કેપ્ટને કર્યો મોટો દાવો
આવી સ્થિતિમાં હવે ફેન્સને અપેક્ષા છે કે સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી T20 ટીમ સાઉથ આફ્રિકામાં T20 સિરીઝ જીતશે. આ દરમિયાન, ચાલો જાણીએ કે સિરીઝની પ્રથમ T20 મેચ ક્યારે રમાશે. ભારતમાં ફેન્સ આ મેચ ફ્રીમાં કેવી રીતે જોઈ શકે?
ક્યારે રમાશે પ્રથમ મેચ?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 8 નવેમ્બર, શુક્રવારના રોજ પ્રથમ T20 મેચ રમાશે. પ્રથમ T20 મેચ કિંગ્સમીડ, ડરબન ખાતે રમાશે.
લાઈવ સ્ટ્રીમીંગની વિગતો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ સ્પોર્ટ્સ 18 ચેનલ પર જોઈ શકાશે. તેનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર પણ જોઈ શકાય છે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે,
IND vs SA હેડ ટુ હેડ
- કુલ મેચ: 27
- ભારત જીત્યું: 15
- સાઉથ આફ્રિકા જીત્યું: 11
- અનિર્ણિત: 1
ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિશક, આવેશ ખાન, યશ દયાલ.
સાઉથ આફ્રિકાની ટીમ
એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, જેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, ડેવિડ મિલર, મિહલાલી મપોંગવાના, નકાબા પીટર, રયાન રિકેલટન, એન્ડીલે સિમેલાન, લૂથો સિપામ્લા, ટ્રિસ્ટન સ્ટબ્સ.
IND vs SA T20 સિરીઝનું શેડ્યૂલ
- પ્રથમ T20 મેચ - 8 નવેમ્બર
- બીજી T20 મેચ - 10 નવેમ્બર
- ત્રીજી T20 મેચ - 13 નવેમ્બર
- ચોથી T20 મેચ - 15 નવેમ્બર








