મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો આ વખતે થઈ જશે ખતમ, વર્લ્ડકપ વિજેતા કેપ્ટને કર્યો મોટો દાવો

મને લાગે છે કે હવે ઘણું બદલાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમ માત્ર એક જ મેચ જીતશે.' જે

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો આ વખતે થઈ જશે ખતમ, વર્લ્ડકપ વિજેતા કેપ્ટને કર્યો મોટો દાવો

મને લાગે છે કે હવે ઘણું બદલાઈ ગયું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમ માત્ર એક જ મેચ જીતશે.' જે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં સતત બે વખત હરાવ્યું છે તેના વિશે રિકી પોન્ટિંગનો અભિપ્રાય છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દાવો કર્યો હતો કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી આ વખતે યજમાન ટીમના નામે રહેશે. 

આ પણ વાંચો: IPL મેગા ઓક્શનમાં ભાગ લેશે ઈટાલીનો પહેલો ક્રિકેટર, મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે ખાસ કનેક્શન

પોન્ટિંગે કહ્યું કે ઓસ્ટ્રેલિયા આ સિરીઝ 3-1થી જીતશે

રિકી પોન્ટિંગે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ સિરીઝ કોણ જીતશે તે ટીમની ભવિષ્યવાણી પણ કરી છે. પોન્ટિંગે ICC રિવ્યુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયા 5 મેચની આ સિરીઝ 3-1થી જીતશે. ભારત વિ ઓસ્ટ્રેલિયાની આ શ્રેણી એ પણ નક્કી કરશે કે કઈ ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ રમશે.

 બોર્ડર ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની સિરીઝ એટલે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે. આગામી ચાર મેચ એડિલેડ, બ્રિસ્બેન, મેલબોર્ન અને સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ10 વર્ષ પહેલા બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયન ટીમને તેમના ઘરમાં જ સતત બે વખત હરાવી છે.

 ઓસ્ટ્રેલિયન ટીમને ઘરમાં હરાવવી ખૂબ મુશ્કેલ- પોન્ટિંગ

રિકી પોન્ટિંગે ટેસ્ટ સિરીઝ વિશે કહ્યું, મને લાગે છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ હવે એકદમ સ્થિર થઈ ગઈ છે. ટીમમાં ઘણા બધા અનુભવી ખેલાડીઓ છે. આપણે બધા જાણીએ છીએ કે ઓસ્ટ્રેલિયન ટીમને ઘરમાં હરાવવી  ખૂબ મુશ્કેલ છે. તેથી હું માનું છું કે ઓસ્ટ્રેલિયા 3-1થી આ ટેસ્ટ સિરીઝ જીતશે.

ટીમ ઈન્ડિયા માટે આ ટેસ્ટ સિરીઝ ખાસ મહત્વની

જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની શ્રેણીમાંથી 4 જીતી જાય છે, તો  WTC ફાઇનલ રમવાનું ટીમ ઈન્ડિયા માટે નક્કી થઈ જશે. પરંતુ જો ભારતીય ટીમ 3 કે તેથી ઓછી મેચ જીતે છે તો તેણે અન્ય ટીમોના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયા આ સીરીઝ જીતશે તો જ ફાઇનલમાં પહોંચશે.

આ સમાચાર શેર કરો